મોદીના 'સૌનો સાથ, સૌનો વિકાસ' વિચાર પર જ્હૉન કેરી ફિદા
વૉશિંગ્ટન, 29 જુલાઇ: ક્યારેક નરેન્દ્ર મોદીને વિઝા પણ નહીં આપનાર અમેરિકા હવે તેમની સાથે નીકટતા વધારવાની સંપૂર્ણ કોશીશ કરી રહ્યું છે. ભારત આવી રહેલા અમેરિકન વિદેશ મંત્રી જ્હૉન કેરીએ મોદી સરકારની નીતિઓ અને વિઝનના જોરદાર વખાણ કર્યા છે. કેરીએ જણાવ્યું કે મોદીનો 'સૌનો સાથ સૌનો વિકાસ' વિચાર ખૂબ જ સારો છે. તેમણે જણાવ્યું કે મોદીની 'ભગવા ક્રાંતિ'માં અમેરિકા તેમની સાથે છે.
પોતાની ભારત યાત્રાના ઠીક એક દિવસ પહેલા અમેરિકન વિદેશ મંત્રીએ મોદી સરકારના વિકાસના એજેંડામાં ભરપૂર સાથ આપવાની જાહેરાત કરી છે. બંને દેશોના સંબંધોમાં નવી ગતિ લાવવા પર ભાર આપતા કેરીએ જણાવ્યું છે કે આ તક બંને દેશોના ભવિષ્યને એક રાહ પર લાવવાની છે.
કેરીએ જણાવ્યું કે મોદી સરકારની 'સૌનો સાથ સૌનો વિકાસ'વાળી નીતિમાં અમેરિકા તેમનો સાથ આપવા ઇચ્છે છે. અમારું માનવું છે કે આ ખૂબ જ સારી નીતિ છે. અમેરિકાનું ખાનગી ક્ષેત્ર ભારતની આર્થિક પ્રગતિને ગતિ આપવા માટે સંપૂર્ણરીતે તૈયાર છે.
કેરીએ જણાવ્યું કે મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન યુવાનો સાથે સીધી વાત કરી અને તેમની ઊર્જા મેળવી. મોદી સરકારે દેશના યુવાનોમાં આશાનું કિરણ જગાવ્યું છે અને અમેરિકા તેને પૂર્ણ કરવામાં તેમનો સંપૂર્ણપણે સહયોગ કરવા માટે તૈયાર છે.
જ્હૉન કેરીએ વોશિંગ્ટનમાં અમેરિકન થિંક ટેંક સેંટર ફોર અમેરિકન પ્રોગ્રેસના સમારંભને સંબોધિત કરી રહ્યા હતા. ક્લાઇમેટ ચેંજના મુદ્દા પર કેરીએ જણાવ્યું કે મોદીએ 'ભગવા ક્રાંતિ'ની વાત કરી છે, કારણ કે બગવા રંગ ઉર્જાનો રંગ છે. મોદીએ જણાવ્યું કે આ ક્રાંતિ અપારંપરિક ઊર્જા સ્રોતથી લાવીશું. આ બિલકૂલ સત્ય છે અને અમેરિકા આ મામલે સંપૂર્ણ રીતે ભારતની સાથે ચાલવા માટે તૈયાર છે.
કેરી મંગળવારે ભારત આવશે. અત્રે કેરી ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજની સાથે 5મી વાર્ષિક અમેરિકા-ભારત રણનીતિક વાર્તાની સહ-અધ્યક્ષા કરશે. મોદી સરકારે પણ અત્યાર સુધી ખુલીને પોતાની અમેરિકન પોલીસી સ્પષ્ટ નથી કરી. માનવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બરમાં ઓબામાની સાથે યોજાનાર તેમની મુલાકાતથી આ સંબંધની દિશા નક્કી થશે.
અમેરિકા દ્વારા મોદીના વખાણ કરવાનું શું છે કારણ...

મોદીની નીતિઓ સાથે સહમતિ
કેરીએ જણાવ્યું કે મોદી સરકારની 'સૌનો સાથ સૌનો વિકાસ'વાળી નીતિમાં અમેરિકા તેમનો સાથ આપવા ઇચ્છે છે. અમારું માનવું છે કે આ ખૂબ જ સારી નીતિ છે. અમેરિકાનું ખાનગી ક્ષેત્ર ભારતની આર્થિક પ્રગતિને ગતિ આપવા માટે સંપૂર્ણરીતે તૈયાર છે.

મોદીની યુવાનોને સાથે લઇને ચાલવાની નીતિ પર ફીદા
કેરીએ જણાવ્યું કે મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન યુવાનો સાથે સીધી વાત કરી અને તેમની ઊર્જા મેળવી. મોદી સરકારે દેશના યુવાનોમાં આશાનું કિરણ જગાવ્યું છે અને અમેરિકા તેને પૂર્ણ કરવામાં તેમનો સંપૂર્ણપણે સહયોગ કરવા માટે તૈયાર છે.

મોદીની 'ભગવા ક્રાંતિ' સાથે પણ સહમત
જૉન કેરીએ વોશિંગ્ટનમાં અમેરિકન થિંક ટેંક સેંટર ફોર અમેરિકન પ્રોગ્રેસના સમારંભને સંબોધિત કરી રહ્યા હતા. ક્લાઇમેટ ચેંજના મુદ્દા પર કેરીએ જણાવ્યું કે મોદીએ 'ભગવા ક્રાંતિ'ની વાત કરી છે, કારણ કે ભગવા રંગ ઉર્જાનો રંગ છે. મોદીએ જણાવ્યું કે આ ક્રાંતિ અપારંપરિક ઊર્જા સ્રોતથી લાવીશું. આ બિલકૂલ સત્ય છે અને અમેરિકા આ મામલે સંપૂર્ણ રીતે ભારતની સાથે ચાલવા માટે તૈયાર છે.

બંને દેશોના સંબંધોમાં નવી ગતિ લાવવા
પોતાની ભારત યાત્રાના ઠીક એક દિવસ પહેલા અમેરિકન વિદેશ મંત્રીએ મોદી સરકારના વિકાસના એજેંડામાં ભરપૂર સાથ આપવાની જાહેરાત કરી છે. બંને દેશોના સંબંધોમાં નવી ગતિ લાવવા પર ભાર આપતા કેરીએ જણાવ્યું છે કે આ તક બંને દેશોના ભવિષ્યને એક રાહ પર લાવવાની છે.
-
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આસામના મતદારોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
વિધાનસભા ચૂંટણી પછી શક્તિશાળી અને નિર્ભય આસામ ઉભરી આવશેઃ ગૌરવ ગોગોઈ -
Assam Assembly Election 2026: સવારે 11 વાગ્યા સુધીમાં 39% મતદાન થયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર

Click it and Unblock the Notifications