For Quick Alerts
For Daily Alerts

મિસાઇલનું પ્રક્ષેપણ કરી બહુ મોટી ભૂલ કરશે ઉ. કોરિયા: કેરી
સિયોલ, 12 એપ્રિલ: અમેરિકાના વિદેશ મંત્રી જોન કેરીએ શુક્રવારે ઉત્તર કોરિયાને જણાવ્યું હતું કે તે પોતના મિસાઇલનું પ્રક્ષેપણ રોકી દે. ઉત્તર કોરિયાએ જાપાન પર પરમાણુ પર હુમલાની ચેતવણી આપી છે.
પોતાના સૈન્ય સહયોગી દેશ દક્ષિણ કોરિયાનું વિશ્વાસ આપવા અને તેમનું સમર્થન કરવા માટે રાજધાની સિયોલ પહુંચેલા કેરીએ ચીનને મામલામાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી.
અમેરિકન ગુપ્તચર રિપોર્ટમાં એ વાતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે કોરિયાની પાસે પરમાણું હથિયારને લઇને જવાવાળી મિસાઇલ હોઇ શકે છે. ત્યારબાદથી કોરિયાઇ પ્રાયદ્વીપમાં તણાવ વધી ગયો છે.
અમેરિકા અને દક્ષિણ કોરિયાના અધિકારીઓએ ડીઆઇએના આકલનને ઓછું કરવાની કોશિશ કરી છે. પરંતુ પ્યોંગયાંગે જણાવ્યું છે કે જો તેના મિસાઇલને મારી પાડે છે તો તેણે પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.
Comments
john kerry seoul north korea missile mistake america અમેરિકા વિદેશ મંત્રી જોન કેરી ઉત્તર કોરિયા મિસાઇલ જાપાન પરમાણુ
English summary
John Kerry in Seoul: North Korea missile launch would be 'huge mistake'.
Story first published: Friday, April 12, 2013, 19:20 [IST]