For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનું અમેરિકામાં સ્વાગત કરવા માટે ઉત્સુક: જ્હોન કેરી

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 28 મે: અમેરિકન વિદેશ મંત્રી જ્હોન કેરીએ જણાવ્યું છે કે ઓબામા પ્રશાસન નવા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમેરિકામાં સ્વાગત કરવા માટે ઉત્સુક છે.

નવા ભારતીય વડાપ્રધાન માટે કેરીએ આ સંદેશ અમેરિકામાં ભારતીય રાજદૂત એસ જયશંકરને આપ્યો છે. જયશંકરે દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા માટે ઉપ વિદેશમંત્રી વિલિયમ બર્ન્સે પણ મુલાકાત કરી.

નવી દિલ્હીમાં સોમવારે ભારતના 15માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ કર્યા બાદ કેરીની આ ઉચ્ચ ભારતીય રાજકીય વ્યક્તિ સાથેની આ પહેલી મુલાકાત હતી. વિદેશ મંત્રાલયની પ્રવક્તા જેન સાકીએ જણાવ્યું કે વિદેશ મંત્રીએ એકવાર ફરી વડાપ્રધાન મોદી અને ભારતની નવી સરકારને એ કહેતા શુભેચ્છા આપી કે પ્રશાસન અમેરિકામાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે ઉત્સુક છે.

john kerry
બર્ન્સ અને જયશંકરે પણ ક્ષેત્રીય સુરક્ષા, વધતી દ્વિપક્ષીય આર્થિક વાર્તા, બહુપક્ષીય ક્ષેત્રમાં અમેરિકા ભારતના વધતા સહયોગ સહિત દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી.

અત્રે ઉલ્લેખનીય છે કે 26મી મેના રોજ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેના શપથ લીધા હતા, જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ, અફઘાનીસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજાઇ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષે વિશેષ રીતે હાજર રહ્યા હતા.

English summary
The Obama administration is looking forward to welcoming Prime Minister Narendra Modi to the United States, US Secretary of State John Kerry has said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X