For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંગળ ગ્રહ સાથે ટકરાય છે 200થી વધુ ધૂમકેતુ

By Super
|
Google Oneindia Gujarati News

વોશિંગટન, 17 મેઃ વૈજ્ઞાનિકોએ જણાવ્યા પ્રમાણે મંગળ ગ્રહ સાથે પ્રતિ વર્ષ 200થી વધારે નાના ધૂમકેતુ ટકરાય છે આ ટક્કરોના કારણે મંગળની ધરતી પર 3.9 મીટરના ખાડા બની જાય છે.

આ અનુમાન અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોએ વ્યક્ત કર્યું છે. સમાચાર એન્જસી સિન્હુઆએ નાસાના હવાલાથી કહ્યું છે કે આ ધૂમકેતુના આકાર એકથી બે મીટરના વ્યાસથી મોટા નથી હોતા. આટલા નાના આકારના કારણે તે ધરતી સુધી પહોંચી શકતા નથી. આટલા નાના ધૂમકેતુઓની ટક્કરથી મંગળની ધરતી પર ખાડા પડી જવાના કારણે મંગળનું વાયુમંડળ ઘણું જ પાતળું બતાવવામાં આવી રહ્યું છે.

ઓનલાઇન પત્રિકા ઇકૈરસમાં પ્રકાશિત શોધપત્રના મુખ્ય શોધાર્થી તથા એરીજોના વિશ્વવિદ્યાલયના ઇંગ્રિડ ડાઉબરે કહ્યું છે કે બન્યાને ઠીક બાદ આ ખાડાઓની ખોજ ઘણી જ ઉત્સાહજનક છે અને તેનાથી જાણવા મળે છે કે મંગળ એક સક્રિય ગ્રહ છે. આપણે આજે થઇ રહેલી પ્રક્રિયાઓનું અધ્યયન કરી શકીએ છીએ.

નાસા અનુસાર શોધકર્તાઓએ આ તસવીરો થકી મંગળની ધરતી પર છેલ્લા દશકા દરમિયન 248 આવા સ્થાનો ઓળખ્યા છે. મંગળના એક વિશેષ ભાગ પર કરવામા આવેલા વ્યવસ્થિત સર્વેક્ષણના આધારે આ આંકડાઓ કાઢવામાં આવ્યા છે. આ પહેલા આ દર પ્રતિ વર્ષ ત્રણથી દસ ગણો વધારે હોવાનું જણાવવામાં આવ્યું હતું.

English summary
Scientists using images from NASA's Mars Reconnaissance Orbiter (MRO) have estimated that the planet is bombarded by more than 200 small asteroids or bits of comets per year forming craters at least 12.8 feet (3.9 meters) across.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X