For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક એવો વ્યક્તિ જે ફક્ત ખાય છે હવા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કોલંબો, 4 જૂલાઇ: વિજ્ઞાનના પ્રસિદ્ધ ચેનલ નેશનલ જિયોગ્રાફીકે એક એવા વ્યક્તિની શોધ કરી છે, જે તમારી અને અમારી જેમ દરરોજ કામ કરે છે. હરે છે ફરે છે પરંતુ ભોજન નથી કરતો. તેનું ભોજન ફક્ત હવા અને પ્રકાશ છે. તમને વિશ્વાસ નહી આવે પરંતુ આ સાચી વાત છે. આ વ્યક્તિની શોધ શ્રીલંકામાં થઇ. શ્રીલંકાના આ યુવકનું નામ છે કિરબી ડે લનેરોલે છે.

સમાચાર મુજબ આ વ્યક્તિએ ગત પાંચ વર્ષથી આવું રૂટિન અપનાવી લીધું છે. જેમાં તે 100 મહિનામાં માત્ર છ થી સાત વાર ભોજન કરે છે. કિરબીનું કહેવું છે કે ગત દસ મહિનામાં તેને માત્ર 7 વાર ભોજન કર્યું છે, એટલે માત્ર 500 કેલેરી. જ્યારે એક સામાન્ય વ્યક્તિ દિવસમાં ત્રણ વાર, મહિનામાં 90 વાર અને 10 મહિનામાં લગભગ 900 વાર ભોજન કરે છે.

kirby

કિરબીનું કહેવું છે કે તે વધુ ખાઇ શકતો નથી. તેને કહ્યું હતું કે તે ફક્ત શ્વાસ લે છે અને સૂર્ય દ્વારા મળતા પ્રકાશથી જ તેને ઉર્જા મળે છે. વૈજ્ઞાનિક કિરબી પર રિસર્ચ કરવામાં જોડાઇ ગયા છે. જ્યારે કિરબી તેને ઇશ્વરનું વરદાન માને છે. કિરબીનું કહેવું છે કે જો તે સામાન્ય વ્યક્તિની બરાબર જમી લે તો તે બીમાર મહેસુસ કરે છે તે પોતાને થાકેલો અનુભવે છે. કિરબીએ જણાવ્યું હતું કે લોકો તેની પાસે આવે છે અને કહે છે કે અમને પણ આવું જીવન જીવવાનું શીખવી દો, પરંતુ મારી પાસે કોઇ શબ્દ હોતા નથી, કારણ કે આ ઇશ્વરની દેન છે. નેશનલ જિયોગ્રાફીકના રિપોર્ટ અનુસાર ડૉક્ટરોએ કિરબીના શરીરની તપાસ કરી, તો બધુ સામાન્ય જોવા મળ્યું.

English summary
A Sri Lankan man claims that he has survived on almost nothing but air for the past five years, National Geographic website has reported.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X