For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈજિપ્તમાં લશ્કરી બળવો થયો, પ્રમુખ મોર્સી નજરકેદ કરાયા

|
Google Oneindia Gujarati News

military-revolt-in-egypt
કેરો, 4 જુલાઇ : ઈજિપ્તના પ્રમુખ મોહમ્મદ મોર્સીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તથા મુસ્લિમ બ્રધરહુડ પાર્ટીના પ્રવક્તા ઈસામ અલ હદ્દાદે જણાવ્યું છે કે ઇજિપ્ત દેશમાં લશ્કરી બળવો થયો છે. સુરક્ષા દળોએ મોર્સી તથા બ્રધરહુડ પાર્ટીના ટોચના અનેક અધિકારીઓ પર ‘પ્રવાસ પ્રતિબંધ' મૂક્યો છે.

કમાન્ડો સહિત ઈજિપ્તના સૈનિકોને સમગ્ર ઈજિપ્તમાં અનેક સ્થળે નિયુક્ત કરી દેવામાં આવ્યા છે. પ્રમુખના મહેલ નજીકના રસ્તા પર ટેન્કોમાં સવાર થયેલા સેંકડો સૈનિકોએ મિલિટરી પરેડ કરી હતી. મોર્સી જ્યાં કામ કરતા હતા તે છાવણીઓની આસપાસ લશ્કરે અવરોધો મૂકી દીધા છે.

દરમિયાન, મોર્સીની પાર્ટીના હજારો સમર્થકો મોર્સીના ટેકામાં રબ્બા અદવેય મસ્જિદની નજીક એકત્ર થયા છે અને મોર્સીના ટેકામાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ સમર્થકોને બળપૂર્વક હટાવવામાં આવી રહ્યા હોવાના અહેવાલોને ઈજિપ્તના લશ્કરે રદિયો આપ્યો છે. પાટનગર કેરોમાં, તહરીર ચોક ખાતે મોર્સીના હજારો વિરોધીઓ એકત્ર થયા છે અને તેમને સત્તા પરથી દૂર કરવાની માગણી કરતા નારા પણ લગાવી રહ્યા છે.

English summary
Military revolt in Egypt, President Morsi internment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X