નાસાએ રચ્યો ઇતિહાસ, પૃથ્વી જેવા 7 નવા ગ્રહ શોધવાનો દાવો

Written By:
Subscribe to Oneindia News

અમેરિકન અંતરિક્ષ એજન્સિ નાસાએ ઇતિહાસ રચતાં પૃથ્વી જેવા જ 7 ગ્રહો શોધવાનો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આમાંથી ત્રણ ગ્રહો પર જીવન હોવાની સંભાવના છે. નાસા તરફથી ટ્વીટ કરીને આ બાબતે જાણકારી આપી છે. ટ્વીટમાં કહેવાયું છે કે, સૌરમંડળની શોધ કરી છે. નાસા અનુસાર તમારા સૌરમંડળની બહાર આવાસીય ઝોનમાં એક તારાની આજુબાજુ ધરતીના આકારના સાત નવા ગ્રહ મળ્યાં છે. નાસાએ આને નવા રેકોર્ડનો કરાર આપતા કહ્યું કે, સ્પિટ્ઝર સ્પેસ ટેલિસ્કોપમાં બતાવ્યું કે, આ ગ્રહ આકારમાં પૃથ્વી જેટલા જ મોટા છે અને આવાસીય ઝોનના ક્ષેત્રમાં આવે છે.

nasa

વૈજ્ઞનિકોએ નવા સૌરમંડળના અસ્તિત્વની શોધ કરી છે

આ મહત્વપૂર્ણ શોધમાં પોતાનો ફાળો આપનાર વૈજ્ઞાનિકો અનુસાર પૃથ્વીના આકારના સાત ગ્રહોમાંથી ત્રણ ગ્રહો એક તારાની આજુબાજુ આવેલા છે. આ સ્ટારનું નામ TRAPPIST-1 છે. જે આપણી ધરતીથી 40 પ્રકાશ વર્ષ દૂર છે. ત્રણ ગ્રહો એક તારાની આજુબાજુ હોવાને કારણે ત્યાં પાણી હોવાની સંભાવના છે. જો ત્યાં પાણી મળી આવ્યું તો જીવન હોવાની પણ સંભાવના છે.

અમેરિકન અંતરિક્ષ એજન્સિ નાસાએ જણાવ્યું કે, તેમણે પોતાના સહયોગીઓ સાથે મળીને નવા સોલર સિસ્ટમની શોધ કરી છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આમાંથી એક ગ્રહ બિલકુલ પૃથ્વી જેવી પરિસ્થિતિમાં દેખાઇ રહ્યો છે. વૈજ્ઞાનિકો અનુસાર આ સૌપ્રથમ એવી ઘટના છે જ્યારે એક તારાની ફરતે બધા ગ્રહો જોવા મળ્યા હોય. વૈજ્ઞાનિકો અનુસાર સ્પિટ્ઝર સ્પેસ ટેલીસ્કોપ થકી જે પરિણામો સામે આવ્યા છે તે અત્યંત ચોંકાવનારા હોય છે. આ પહેલાં આ રીતનું પરિણામ ક્યારેય જોવા નથી મળ્યું. હાલ વૈજ્ઞાનિકો આ ગ્રહો પર પાણી છે કે નહીં તેની ચકાસણી કરી રહ્યાં છે. જો અહીં પાણી મળ્યું તો અહીં જીવન હોવાની સંભાવના ઘણી વધી જાય છે.

English summary
NASA discovers 7 Earth sized planets around a single star outside our solar system.
Please Wait while comments are loading...