For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી પીએમ બને તો પણ વિઝા નિયમોમાં ફેરફાર નહી: અમેરિકા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 8 માર્ચ: અમેરિકાએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિશે કહ્યું છે કે જો તે ભારતના વડાપ્રધાન પણ બની જાય છે તો પણ તેમને વીઝાના નિયમોમાં કોઇ છૂટ આપવામાં આવશે નહી. તેમની અરજી પર પણ સામાન્ય પ્રક્રિયા અંતગર્ત જ વિચાર કરવામાં આવશે. આ મુદ્દે અમેરિકાની વિદેશ મંત્રી નિશા દેસાઇ વિશ્વાલ અને અમેરિકન વિદેશી વિભાગના પ્રવક્તા જેન પાસ્કીએ પણ પોતાનો મત સ્પષ્ટ કર્યો છે.

જેને કહ્યું હતું કે અમે વીઝાના નિયમોમાં કોઇ ફેરફાર કરીશું નહી, આ મુદ્દે હવે કોઇ અટકળ બાજી નહી ન કરવી. અમેરિકા કોઇપણ દેશમાં લોકતાંત્રિક રીતે પસંદ કરવામાં આવેલા નેતાનું સ્વાગત કરે છે, એવામાં જો નરેન્દ્ર મોદી વીઝા માટે એપ્લાય કરે છે તો અમે તેમનું સ્વાગત કરીશું.

જેનના અનુસાર ભારતમાં અત્યારે ચૂંટણી થઇ નથી, જો નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બને છે તો પણ તેમને વીઝા આપવામાં આવશે પરંતુ તેના માટે નિયમોમાં કોઇ પરિવર્તન કરવામાં આવશે નહી.

narendra-modi

મહત્વપૂર્ણ વાત એ છે કે ગત દિવસોમાં અમેરિકન રાજદૂત નૈંસી પોવેલ મોદી સાથે મુલાકાત કરવા માટે ગુજરાત આવી હતી. ત્યારબાદ કયાસ લગાવવામાં આવતા હતા કે અમેરિકાનું વલણ નરેન્દ્ર મોદી પર નરમ થઇ રહ્યું છે અને તે તેમને જલદી જ વીઝા આપી દેશે.

English summary
There is no change in the American position on visa to Gujarat Chief Minister Narendra Modi, an Obama administration official has said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X