For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે એમેઝોને કર્મચારીઓની છટણી શરૂ કરી, 2300 કર્મચારીઓને નોટીસ આપી

એમેઝોને કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે અને 18,000 થી વધુ કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દુનિયાભરની આઈટી કંપનીઓ મંદીની આશંકાને કારણે કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે ત્યારે હવે એમેઝોને પણ ઝટકો આપ્યો છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે માઈક્રોસોફ્ટ તેના 10 હજાર કર્મચારીઓની છટણી કરી શકે છે. હવે એમેઝોને છટણીની શરૂઆત કરી છે અને કર્મચારીઓને નોટીસ પણ આપી દીધી છે.

amazon

છેલ્લા કેટલાક સમયથી વિશ્વની જાણીતી કંપનીઓ મેટા, ટ્વીટર અને માઇક્રોસોફ્ટ છટણીની વાત કરી રહી છે. આ યાદીમાં હવે એમેઝોનનું નામ પણ ઉમેરાયુ છે. હવે એમેઝોને કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે અને 18,000 થી વધુ કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે.

સામે આવી રહેલા અહેવાલો અનુસાર, એમેઝોને છટણીની શરૂઆત કરી દીધી છે અને કર્મચારીઓને સૂચિત કરવાનું પણ શરૂ કર્યું છે. હાલ કંપનીએ 18,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે.

સામે આવી રહેલા અહેવાલો અનુસાર, આ રાઉન્ડમાં કેટલા કર્મચારીઓને અસર થઈ રહી છે, પરંતુ કંપનીએ પહેલાથી જ વોશિંગ્ટનમાં 2300 કર્મચારીઓની છટણી કરી દીધી છે, જેમાંથી મોટાભાગના સિએટલમાં કામ કરતા હતા. અહીં જ કંપનીનું મુખ્ય મથક આવેલુ છે.

દુનિયાભરની ટેક કંપનીઓને મંદીનો ડર સતાવી રહ્યો છે ત્યારે એમેઝોને નવેમ્બર 2022માં જ છટણી શરૂ કરી હતી. અહેવાલો અનુસાર લગભગ 10,000 લોકો પ્રભાવિત થશે, જેમાં તેની હાર્ડવેર અને સેવાઓ, માનવ સંસાધન અને લોકટ ટીમોનો સમાવેશ થાય છે.

જાન્યુઆરીની શરૂઆતમાં એમેઝોને છટણીની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, આમાં કુલ 18 હજાર કર્મચારીઓને પ્રભાવિત થશે. કંપનીની વેબસાઈટ પર પોસ્ટ કરાયેલા સીઈઓ એન્ડી જેસીના એક મેમોમાં જાહેરાત કરવામાં આવી છે કે અસરગ્રસ્ત કર્મચારીઓને બુધવારથી જાણ કરાશે.

સીઈઓ જેસીએ એક નિવેદનમાં કહ્યું કે, 2023ની શરૂઆતમાં વધુ છટણી થશે. એમેઝોને વૈશ્વિક સ્તરે 18 હજાર અને ભારતમાં લગભગ 1000 કર્મચારીઓની છટણી જાહેરાત કરી છે.

English summary
Now Amazon has started layoffs, giving notice to 2,300 employees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X