For Quick Alerts
For Daily Alerts
...અને સેલ્ફીમાં દેખાઇ 'ચૂડેલ!', જુઓ તસવીર
શું આપને પણ સેલ્ફી લેવાનો શોખ છે, જો હા તો જરા સાવધાન. કારણ કે લંડનના ન્યૂકાસ્ટલ શહેરની બે યુવતીઓની સેલ્ફી હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે, જેમાં તેમની પાછળ એક ઉંમરલાયક મહિલા ઊભેલી દેખાય છે જેને 'ચૂડેલ' કહેવામાં આવી રહી છે.
બંને યુવતીઓએ આ સેલ્ફી એક જ વારમાં લીધી હતી. મીડિયા અહેવાલ અનુસાર, વિક્ટોરિયા ગ્રીવ્સ અને કાયલે એટકિંસન ન્યૂકાસ્ટલમાં રાત્રે ઘરથી બહાર ફરવા માટે નીકળી હતી. તેઓ બારમાં ગઇ અને ત્યાં ડ્રીંક કરીને બંનેએ ઘરી જતી વખતે રસ્તામાં સેલ્ફી લેવાનું નક્કી કર્યું.
સાથે સેલ્ફી લીધા બાદ તેમને ફોટામાં તેમની પાછળ કોઇ ઉંમરલાયક મહિલા ઊભેલી દેખાઇ, જેણે વિક્ટોરિયા જેવા કપડા પહેર્યા હતા. બંને યુવતીઓએ પહેલા તસવીર સ્નેપચેટ વેબસાઇટ પર અપલોડ કરી દીધી. પરંતુ ડરી જવાના કારણે તેને ફોનમાંથી ડિલીટ કરી દીધી. પરંતુ ત્યાં સુધી આ તસવીર સોશિયલ મીડિયામાં એક ન્યૂઝ બની ચૂકી હતી.