For Quick Alerts
For Daily Alerts
સાઉથ ડકોટામાં વિમાન ક્રેશ, 9ના મોત, 3 ઘાયલ
ન્યૂયોર્કઃ અમેરિકાથી એક દુખદ સમાચાર આવ્યા છે, અહીંના સાઉથ ડકોટામાં શનિવારે રાત્રે પ્લેન ક્રેશ થયું જેમાં 9 લોકોના મોત થયાં છે અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, અધિકારીઓ મુજબ વિમાનમાં 12 લોકો સવાર હતા, વિમાને ચેમ્બરલેનથી ઉડાણ ભરી હતી. તમામ પેસેન્જર ઈદાહો સ્થિત ફોલ્સ જઈ રહ્યા હતા. વિમાન દુર્ઘટનાની એનટીએસબી તપાસ કરશે. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ચેમ્બરલિનથી 2225 કિમી દૂર સિયોક્સ ફોલ્સ નજીક તૂટી પડ્યું હતું.
કયા કારણોસર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તે અંગે કંઈપણ જાણઈ શકાયું નથી, આ મામલે વધુ તપાસ હાથ ધવામાં આવી રહી છે. તમામ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ મામલાની એનટીએસબીએ તપાસ શરૂ કરી દીધી છે.
સંભલ રેપ કેસ: બળાત્કાર પીડિતા સગીરાનું 9 દિવસ બાદ મૃત્યું