• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદીએ SAPમાં આતંકવાદીની કાઢી ઝાટકણી, મોદીના ભાષણના મુખ્યમુદ્દા

|

કેલિફોર્નિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેપ સેન્ટરમાં ભારતીય અને અમેરિકી મૂળના લગભગ 18,000 લોકોને સંબોધીને ફરીથી ન્યૂયોર્કના મેડિસન સ્કેવરના કાર્યક્રમની યાદો તાજા કરી દીધી હતી. આ વખતે પણ અનેક લોકોને આ કાર્યક્રમની ટિકીટ ના મળવાનો વસવસો હતો. અને માટે જ કાર્યક્રમના આયોજકો બહાર મોટા મોટા ટીવી અને સ્ક્રીન લગાવ્યા હતા. અને મોદી મોદીના નારા સમગ્ર કાર્યક્રમમાં ગૂંજી ઉઠ્યા હતા. નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમ બાદ કેલિફોર્નિયાને અલવિદા કહી દીધુ હતું. પણ તેમણે પણ સોશ્યલ મીડિયા પર આ કાર્યક્રમને એક યાદગાર કાર્યક્રમ જણાવ્યો હતો.

ત્યારે SAP સેન્ટરમાં વડાપ્રધાન મોદીએ કાર્યક્રમની શરૂઆત ભારતીય સમુદાયના ખાસ સદસ્યો સાથે મુલાકાત કરી હતી. અને કેલિફોર્નિયાના હાઉશ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સભ્યોને પણ મળ્યા હતા. જો કે સેપ સેન્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમની શરૂઆત કેટલીક ટેકનિકલ ખામી પણ યોજાઇ હતી. પણ તે બાદ મોદીનું ભાષણ શરૂ થતા લોકોમાં એક અલગ જ રોમાંચ જોવા મળ્યો હતો.

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆત ભગત સિંહની જન્મજયંતીની ઉજવણી કરીને કરી હતી. વધુમાં તેમણે ગ્લોબલ વોર્મિંગ અને આંતકવાદ જેવા મુદ્દા પર યુએનની ઝાટકણી કાઢી હતી. આતંકવાદનો મુદ્દો તેમના સમગ્ર ભાષણમાં અગ્રેસર રહ્યો હતો. તો સાથે જ તેમણે ભારતના વિકાસ, લોકનાયક જયપ્રકાશ નારાયણ જેવા બ્રેન-ગેન જેવા મુદ્દા પર મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી. ત્યારે તસવીરોમાં મોદીના આ ભવ્ય કાર્યક્રમની વિસ્તૃત જાણકારી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ચારે બાજુ મોદી, મોદીના નારા

ચારે બાજુ મોદી, મોદીના નારા

સેપ સેન્ટરમાં મોદીનો આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ખીચો ખીચ ભરેલા આ કાર્યક્રમમાં અંદર અને બહાર અનેક મોટી સ્ક્રીન લગાવામાં આવી હતી. ત્યારે મોદીની હાજરીથી સમગ્ર સ્ટેડિયમમાં મોદી, મોદીના નારા ગૂંજી ઉઠ્યા હતા.

 મોદીએ ભાષણની શરૂઆતમાં ભગતસિંહ યાદ કર્યા

મોદીએ ભાષણની શરૂઆતમાં ભગતસિંહ યાદ કર્યા

ત્યારે સેપ સેન્ટર ખાતે પોતાના ભાષણની શરૂઆતમાં વડાપ્રધાન શહિદ ભગત સિંહને યાદ કરીને કરી. આજે શહિદ ભગત સિંહની જન્મજયંતી છે. ત્યારે ભારત માતાના આ વીરને તેમણે પ્રણામ કર્યા.

બ્રેન-ગેન પર જોર આપવાની વાત

બ્રેન-ગેન પર જોર આપવાની વાત

મોદી કહ્યું કે બ્રેન-ડ્રેનના બદલે બ્રેન-ગ્રેન પર જોર આપવું જોઇએ. તેમણે કહ્યું કે તેમના મત મુજબ બ્રેન-ડ્રેન નથી આ બ્રેન ડિપોઝિટ છે. અને જ્યારે પણ તેમને અવસર મળશે તે માં ભારતીના કામમાં આવશે.

મોદીએ આપી કેલિફોર્નિયાને ભેટ

મોદીએ આપી કેલિફોર્નિયાને ભેટ

મોદીએ અહીં કેલિફોર્નિયાના લોકોના વખાણ પણ કર્યા તેમણે કહ્યું કે અહીં ભારતની વાઇબ્રન્ટ છબી દેખાય છે. અહીંના લોકોમાં કંઇ કરી મીટવાની ચાહ છે. વળી તેમણે 2જી ડિસેમ્બરથી દિલ્હીથી સેન ફ્રન્સિક્કોની અઠવાડિયામાં ત્રણ દિવસની ફ્લાઇટની પણ જાહેરાત કરી.

મોદીએ પોતાના કામનું સર્ટિફેક્ટ માંગ્યું

મોદીએ પોતાના કામનું સર્ટિફેક્ટ માંગ્યું

વળી મોદીએ લોકોને તેમની સરકાર અને પોતાના 16 મહિનાના કામકાજ માટે કેલિફોર્નિયાના લોકો જોડેથી સર્ટીફિકેટ પણ માંગ્યું. જેના જવાબ લોકો ઊભા થઇને તાળીઓથી તેમને વધાવી લીધા.

વિશ્વને આજે ભારત જોડે જોડાવું છે: મોદી

વિશ્વને આજે ભારત જોડે જોડાવું છે: મોદી

મોદીએ કહ્યું કે પહેલા ભારતને વિશ્વના અનેક દેશો જોડે જોડાવું હતું. હવે એવું છે કે વિશ્વ ભારત જોડે જોડાવા આતુર છે. જે ભારતનો વિકાસ બતાવે છે.

આંતકવાદ પર યુએનની ઝાટકણી

આંતકવાદ પર યુએનની ઝાટકણી

મોદી કહ્યું કે યુએનની 70મી વર્ષગાંઠ પર પણ યુએન આતંકવાદની વ્યાખ્યા કરી નથી શક્યું. વધુમાં તેમણે ફરી કહ્યું કે આતંકવાદમાં ગુડ અને બેડ આતંકવાદી ના હોય. આતંકવાદ ખરાબ છે અને તે માનવતાની વિરુદ્ધ છે.

વિશ્વ સામે, બે મોટા પડકારો છે: મોદી

વિશ્વ સામે, બે મોટા પડકારો છે: મોદી

મોદીએ કહ્યુ કે હાલ વિશ્વ સામે બે મોટા પડકારો છે એક છે આતંકવાદ અને બીજો છે ગ્લોબલ વોર્મિંગ. અને આ માટે આપણે ભેગા મળીને લડત આપવાની છે.

બ્રિક્સમાં ભારત નવી તાકાત બની બહાર આવ્યું

બ્રિક્સમાં ભારત નવી તાકાત બની બહાર આવ્યું

બ્રિક્સના દેશો વિશે કહેવાય છે કે તે દેશો ઝડપથી વિકાસ કરી રહ્યા છે. પણ ભારત માટે પાછલા કેટલા સમયથી તેમ કહેવાતું હતું કે ભારત પાછો પડી રહ્યો છે. ત્યારે આજે હું ગર્વથી કહી શકું છું કે બ્રિક્સમાં કોઇ દેશ સૌથી વધુ વિકાસ કરી રહ્યો હોય તો તે છે ભારત.

ભારત બધુ જ કરવા સક્ષણ છે

ભારત બધુ જ કરવા સક્ષણ છે

મોદીએ કહ્યું કે ભારત એક યુવા દેશ છે. તેવું મનાઇ રહ્યું છે કે 21મી સદી ભારતની સદી છે.

અમે JAM ને મહત્વ આપ્યું: મોદી

અમે JAM ને મહત્વ આપ્યું: મોદી

મોદીએ કહ્યું કે તેમની સરકારે JAMને મહત્વ આપ્યું. JAMનો મતલબ સમજાવતા મોદીએ કહ્યું કે J એટલે જનધન યોજના, A એટલે આધાર કાર્ડ અને M એટલે મોબાઇલ ગવર્ન્સ.

મોદીને પાગડી અને ટીશર્ટની મળી ભેટ

મોદીને પાગડી અને ટીશર્ટની મળી ભેટ

તો આ કાર્યક્રમમાં હાજર રહેલા કેલિફોર્નિયાના આગેવાનો અને ભારતીય સમુદાયના લોકોએ મોદીને પરંપરાગત પાધડી અને ત્યાંના ખેલની ટીશર્ટ જેની પણ મોદી લખ્યું હતું તેની ભેટ પણ આપી.

મોદીએ કેલિફોર્નિયા કર્યું અલવિદા

મોદીએ કેલિફોર્નિયા કર્યું અલવિદા

ત્યારે સેપ સેન્ટર ખાતે પોતાના કાર્યક્રમને પતાવ્યા બાદ મોદીએ કેલિફોર્નિયાથી વિદાય લીધી હતી. અને તેમના આ વીકને પ્રોડક્ટિવ ગણાવ્યું હતું.

સેપ સેન્ટરની બહાર લોકોના ટોળાની તસવીર

સેપ સેન્ટરની બહાર લોકોના ટોળાની તસવીર

ત્યારે જે લોકોને સેપ સેન્ટરમાં જગ્યા નહતી મળી તેમણે બહાર આ રીતે ઊભા રહીને મોદીના ભાષણને સાંભળ્યું હતું. જો કે બહાર પણ મોટી સંખ્યામાં લોકો મોદીના આ ભાષણને સાંભળી રહ્યા હતા.

English summary
California's SAP Center at San Jose is all vibrant with the colours of India. Certainly, the Indian diaspora here has left no stones unturned to welcome the Indian Prime Minister Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more