600 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર પોપ આપશે રાજીનામું

લોમ્બાર્ડીએ એક સમાચાર એજન્સીને જણાવ્યું કે, પોપ(બેનેડિક્ટ 16માં)એ ઘોષણા કરી છે કે તે 28 ફેબ્રુઆરીએ રાત્રે આઠ વાગ્યે પોતાના પદ પરથી રાજીનામું આપશે.
નોંધનીય છે કે અંદાજે 600 વર્ષના ઇતિહાસમાં આ રીત પદ છોડનાર બેનેડિક્ટ 16માં પહેલા પોપ હશે. પોપ દ્વારા આ નિર્ણય લથડતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. બીજી તરફ વેટિકનના વરિષ્ઠ અધિકારીએ આ નિવેદન સ્તબ્ધ કરી દેનાર ગણાવ્યું અને આશા વ્યક્ત કરી છે કે રાજીનામું આપવાની અને નવા પોપની પસંદગી થવા અંગેનો સમય ઓછામા ઓછો હશે.












Click it and Unblock the Notifications
