For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jamin pugh passed away : કાર અકસ્માતમાં પ્રોફેશનલ રેસલર જૈમિન પુગનું નિધન

Jamin pugh passed away : પ્રોફેશનલ રેસલર જૈમિન પુગનું કાર અકસ્માતમાં નિધન થયું હતું. બ્રિસ્કો બ્રધર્સ ટેગ ટીમના સભ્ય અને પ્રોફેશનલ રેસલર જૈમિન પુગ ડબલ્યુડબલ્યુઇના ચાહકો માટે બહુ ઓછા જાણીતા હશે.

|
Google Oneindia Gujarati News

Jamin pugh passed away : બ્રિસ્કો બ્રધર્સ ટેગ ટીમના સભ્ય અને પ્રોફેશનલ રેસલર જૈમિન પુગનું કાર અકસ્માતમાં નિધન થયું છે. પુગ પોતાના રિંગના નામ બિસ્કોના નામથી વધુ જાણીતો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર પુગની લોરેલમાં એક કાર અકસ્માતમાં નિધન થયું હતું.

Jamin Pugh

AEWના પ્રમુખ ટોની ખાને સોશિયલ મીડિયા પર સમાચારની જાહેરાત કરતા લખ્યું હતું કે, દુઃખની વાત છે કે, જૈમિન પુગનું નિધન થયું છે. ચાહકોમાં જય બ્રિસ્કો તરીકે ઓળખાતા, તેમણે ROH માં વીસ વર્ષ ગાળ્યા હતા. તેમના પ્રથમ શોથી આજ સુધી યુગો માટે એક શાસક ચેમ્પિયન તરીકે યાદ રહેશે. જય અને તેના ભાઈ માર્કનું આજ સુધી ROH પર શાસન ચેમ્પિયન તરીકે પ્રભુત્વ છે. અમે તેના પરિવારને સહાનુભૂતિ આપવા માટે જે કંઈ કરી શકીએ તે કરીશું. રેસ્ટ ઇન પીસ.

ડબલ્યુડબલ્યુઇ (WWE)ના ઘણા ચાહકો માટે જૈમિન કદાચ અજાણ્યો હતો, પરંતુ તે ગયા વર્ષે FTR સાથેની કેટલીક મેચોને કારણે ઇન્ડી સર્કિટ અને AEW પર એક પરિચિત ચહેરો બની ગયો હતો. તે એક મહાન ટેગ ટીમનો ભાગ હતો, જેને મેઇન સ્ટ્રીમ પ્લેટફોર્મ આપવામાં આવ્યું ન હતું. જેઓ તેને ઓળખે છે, તેઓ જાણે છે કે, તેણે પ્રોફેશનલ રેસલિંગને કેટલું આપ્યું છે. તેણે નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધું હતું, જ્યારે ચાહકોને તેની બિલકુલ અપેક્ષા ન હતી.

બ્રિસ્કોએ હાલમાં રિંગ ઓફ ઓનર (ROH) પર હસ્તાક્ષર કર્યા છે, જ્યાં તે ભૂતપૂર્વ ROH વર્લ્ડ ચેમ્પિયન અને મલ્ટી-ટાઇમ ટેગ ટીમ ચેમ્પિયન છે. આ ટેગ ટીમો WWE માં જોવા મળતી ટીમો જેવી જ છે. તેના ભાઈ માર્ક સાથે, તે ROH ઇતિહાસમાં સૌથી સફળ ટેગ ટીમોમાંની એક હતી. તેણે કોમ્બેટ ઝોન રેસલિંગ (CZW) અને પ્રો રેસલિંગ ગેરિલા (PWG) જેવી અન્ય રેસલિંગ લીગમાં પણ હાથ અજમાવ્યો હતો.

English summary
Professional wrestler Jamin Pugh passed away in a car accident
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X