For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેપાળમાં તોફાનથી ભારે તબાહી, 27નાં મોત અને 400થી વધુ ઘાયલ

નેપાળમાં તોફાનથી ભારે તબાહી, 27નાં મોત અને 400થી વધુ ઘાયલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નેપાળમાં રવિવારે થયેલ વરસાદ અને ભયંકર તોપાનમાં અત્યાર સુધીમાં 27 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે 400થી વધુ લોકો ઘાયલ થયા છે. આ તોફાન નેપાળના દક્ષિણીજિલ્લા બારા અને નજીકના પારસામાં સાજે આવ્યું હતું, જેને પગલે ભારે તબાહી મચી છે. આ જિલ્લામાં સ્થાનિક પ્રશાસનની સાથોસાથ નેપાળ આર્મી રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે.

flood

નેપાળ આર્મીના પ્રવક્તા યમ પ્રસાદે જણાવ્યું કે આપાત સ્થિતિમાં તહેનાતી માટે 2 એમઆઈ 17 હેલિકોપ્ટરને સ્ટેન્ડબાઈ મોડમાં રાખ્યાં છે. પ્રભાવિત વિસ્તારમાં 100થી વધુ સૈન્યકર્મિઓને તહેનાત કરવામાં આવ્યા છે, રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. સ્થાનિક મીડિયા મુજબ તોપાને આ વિસ્તારમાં મોટા પાયે તબાહી મચાવી છે. રસ્તા પર પાણી ભરાયેલું છે, પરિવહન ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

રાજધાની કાઠમાંડૂના દક્ષિણમાં લગભગ 120 કિમી દૂરી પર બારા જિલ્લાના કેટલાય વિસ્તારમાં તોફાનને પગલે મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. જ્યારે કેટલાક વિસ્તારમાં ખરાબ હવામાનના કારણે રાહત અને બચાવ કાર્યમાં સમસ્યા આવી રહી છે. જિલ્લા પ્રશાસન મુજબ પરસામાં તોફાનને કારણે અસરગ્રસ્તોની સંખ્યા વધી શકે છે. આ વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. તમામ ઘાયલોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેમનો ઈલાજ થઈ રહ્યો છે.

આ પણ વાંચો- કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, પુલવામામાં લશ્કરના 4 આતંકી ઠાર

જ્યારે આ તોફાનમાં જીવ ગુમાવનાર લોકોના પરિવાર પ્રત્યે નેપાળના વડાપ્રધાન પી શર્મા ઓલીએ સંવેદના વ્યક્ત કરી છે. સ્થાનિક મીડિયા મુજબ લોકોને પ્રભાવિત વિસ્તારથી કાઢી સુરક્ષિત સ્થળો પર લઈ જવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પ્રશાસન અને આર્મી બચાવ કાર્યમાં લાગી ગઈ છે.

English summary
rainstorms in Nepal, several dead and more than 400 injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X