For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બરાક ઓબામાના કાર્યાલય બહાર ગોળીબાર

By Super
|
Google Oneindia Gujarati News

barack obama
વોશિંગટન, 13 ઑક્ટોબરઃ અમેરિકાના વેસ્ટર્ન રાજ્ય કોલોરાડોમાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પ્રચાર કાર્યાલય પર ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી છે. શુક્રવારે બરાક ઓબામાની પ્રચાર ઓફીસે એકને ગોળી મારવામાં આવી. ગોળી બારી સાથે અથડાઇ, પરંતુ આ ઘટનામાં કોઇ ઇજાગ્રસ્ત થવાની માહિતી નથી. આ ઘટના બપોરે થઇ, તે સમયે કર્મચારી કાર્યાલયમાં કામ કરી રહ્યાં હતા.

ડેનવેર પોસ્ટના ડેનવેર પોલીસના હવાલાથી જણાવ્યું છે કે એવું લાગે છે કે એક જ ગોળી ચલાવાઇ હતી. ડિટેક્ટિવ વીડિયો ફૂટેજની મદદથી ઘટનાની તપાસ ચાલી રહી છે. જે સમયે આ ઘટના થઇ, તે સમયે બરાક ઓબામા વોશિંગટનમાં હતા.

ડેનવેર વેસ્ટવર્ડે પોતાની વેબસાઇટ પર એક તસવિર પ્રકાશિત કરી છે, જેમાં કાર્યાલયની બારીનો કાચ તૂટેલો બતાવવામાં આવ્યો છે, આ ઘટનામાં પ્રયોગ કરવામાં આવેલા વાહનની તપાસ ચલાવાઇ રહી છે.

આ ઘટના અંગે ઓબામાં કે તેમના અધિકારીઓ દ્વારા કોઇ પણ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યં નથી.

English summary
A single shot was fired at the Obama campaign office in the western US state of Colorado.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X