For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોર્ડર પાર કરવા પર ઝેરીલા સાપોથી કરડાવવાની ખબરો ઉડી

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2016ની ચૂંટણી દરમિયાન મેક્સિકો બોર્ડર અંગે પ્રજાને ઘણા વાયદા કર્યા હતા. ટ્રમ્પ બોર્ડર પર દિવાલ બનાવવાની વાત પણ કરી ચૂક્યા હતા.

|
Google Oneindia Gujarati News

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2016ની ચૂંટણી દરમિયાન મેક્સિકો બોર્ડર અંગે પ્રજાને ઘણા વાયદા કર્યા હતા. ટ્રમ્પ બોર્ડર પર દિવાલ બનાવવાની વાત પણ કરી ચૂક્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ બોર્ડર પાર કરીને અમેરિકામાં આવતા લોકો સામે કડક પગલાં લેવા મામલે એટલું કડક વલણ દાખવી રહ્યા છે કે એક વખત તેમણએ બોર્ડર પર સાપ અને મગર વાળી ખીણ બનાવવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. આ ઉપરાંત તેમની યોજનામાં બોર્ડર પાર કરતા લોકોને શૂટ કરવાની વાત પણ સામેલ હતી. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ન્યૂયોર્ક ટાઈમ્સના બે પત્રકારોનું એક પુસ્તક રિલીઝ થયું છે.

માર્ચ મીટિંગમાં બોલ્યા હતા ટ્રમ્પ

માર્ચ મીટિંગમાં બોલ્યા હતા ટ્રમ્પ

બોર્ડર વોર્સ: ઈનસાઈડ ટ્રમ્પ્સ અસોલ્ટ ઓન ઈમીગ્રેશન નામનું પુસ્તક ન્યોયર્ક ટાઈમ્સના વોશિંગ્ટનના બે રિપોર્ટર માઈકલ ડી શિયર અ જૂલી હાયસ્કેફેલ્ડ ડેવિસે લખ્યું છે. આ પુસ્તકમાં દાવો કરાયો છે કે ટ્રમ્પે દક્ષિણ બોર્ડર પાર કરીને આવતા લોકોને અટકાવવા આકરી જોગવાઈઓ મૂકવા કહ્યું હતું. પુસ્તક પ્રમાણે વ્હાઈટ હાઉસમાં સલાહકારો સાથેની મીટિંગમાં ટ્રમ્પે દક્ષિણ સરહદથી ગેર કાયદે અમેરિકા આવતા લોકોને રોકવા ઘણા પ્રસ્તાવ મૂક્યા હતા. જેમાંથી એક પ્રસ્તાવ હતો અમેરિકાની મેક્સિકોની 2 હજાર મીલની બોર્ડરને સીલ કરી દેવી.

ઝેરી સાપ અને મગરની ખીણ

ઝેરી સાપ અને મગરની ખીણ

ટ્રમ્પે આ દરમિયાન એક વિચારમાં કહ્યું હતું કે બોર્ડર પર સાપ કે પછી મગરો વાળી ખીણ હોવી જોઈએ. આ ઉપરાંત ટ્રમ્પે ઈલેક્ટ્રોનિક બોર્ડર વૉલનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. સાથે જ દીવાલો પર કાંટાળા તાર લગાવવાની સલાહ પણ આપી હતી. આ એવા તારનો વિચાર હતો, જે બોર્ડર પર ચડવાનો કોશિશ કરનાર વ્યક્તિના ટુકડા ટુકડા કરી નાખે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ મીટિંગમાં એ મામલે પણ ચર્ચા કરી હતી કે જો કોઈ ઘૂષણખોર પેટ્રોલિંગ કરી રહેલા સૈનિકો પર પથ્થર ફેંકે તો તેમની સામે કેવા પગલાં લેવા. કેટલાક અધિકારીઓની હાજરીમાં ટ્રમ્પે કહ્યું હતું કે પથ્થર ફેંકનારાઓને પગમાં ગોળી મારવી જોઈએ, જેથી તેમની ધરપકડ કરી શકાય.

થયો હતો ટ્રમ્પનો વિરોધ

થયો હતો ટ્રમ્પનો વિરોધ

ટ્રમ્પે આ જે પ્રસ્તાવ આવ્યા તેનો હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટના તત્કાલીન સચિવ ક્રિસ્ટન નિસલને આકરો વિરોધ કર્યો હતો. તેમનું માનવું હતું કે ટ્રમ્પ જે ઈચ્છે છે, બિલકુલ એવું જ થાય તે શક્યત નથી. મેક્સિકોની બોર્ડર પર દીવાલ એ ટ્રમ્પનો ચૂંટણીલક્ષી વાયદો હતો. હાલ આ દિવાલ માટે પેન્ટાગોને 3.6 બિલિયન ડૉલર ફાળવ્યા છે. વ્હાઈટ હાઉસે આ નવા રિપોર્ટ પર કોઈ નિવેદન નથી આપ્યું.

પથ્થરબાજોને ગોળી મારવાની સલાહ

પથ્થરબાજોને ગોળી મારવાની સલાહ

માર્ચ 2019માં ટ્રમ્પે દક્ષિણ સરહદ પરથી આવતા લોકોને રોકવા ઘણી કોશિશ કરી હતી. રાષ્ટ્રપતિના ગોળી મારવાના આદેશને વ્હાઈટ હાઉસના સલાહકારોએ ગેરકાયદે ગણાવ્યો હત. આ પહેલા ટ્રમ્પે સૈનિકોને આદેશ આપ્યો હતો કે જે પણ વ્યક્તિ સૈનિકો પર પથ્થર ફેંકે તેને ગોળી મારી દો.

આ પણ વાંચો: માત્ર 30 મિનિટમાં ચીનની આ મિસાઇલ અમેરિકામાં વિનાશ લાવી શકે છે

English summary
trump dangerous plan for mexico border revealed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X