For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર 30 મિનિટમાં ચીનની આ મિસાઇલ અમેરિકામાં વિનાશ લાવી શકે છે

1 ઓક્ટોબરના રોજ, ચીને તેનો 70 મો રાષ્ટ્રીય દિવસ ઉજવ્યો, અને બેઇજિંગમાં એક વિશાળ મિલિટ્રી પરેડ યોજવામાં આવી.

|
Google Oneindia Gujarati News

1 ઓક્ટોબરના રોજ, ચીને તેનો 70 મો રાષ્ટ્રીય દિવસ ઉજવ્યો, અને બેઇજિંગમાં એક વિશાળ મિલિટ્રી પરેડ યોજવામાં આવી. આ પ્રસંગે, ચીને તેની ખતરનાક મિસાઇલ ડીએફ -41 પણ પ્રદર્શિત કરી. ડીએફ-41 એક ઇન્ટર-કોન્ટિનેન્ટલ મિસાઇલ છે, જે ફક્ત થોડી મિનિટોમાં અમેરિકામાં વિનાશ સર્જી શકે છે. ચીન અને અમેરિકાની પર નજર રાખનારા નિષ્ણાતો વેપાર યુદ્ધ વચ્ચે આ મિસાઇલના પ્રદર્શનને ચીન તરફથી પરોક્ષ ધમકી તરીકે જોઈ રહ્યા છે.

15,000 કિલોમીટરની રેન્જ

15,000 કિલોમીટરની રેન્જ

સીએનએનના અહેવાલમાં જણાવાયું છે કે ડીએફ -41 ની રેન્જ 9,300 માઇલ અથવા લગભગ 15,000 કિલોમીટરની છે. આ રેન્જ ધરાવનારી દુનિયાની આ પહેલી મિસાઇલ છે. ચીનની આ મિસાઇલ એક સાથે 10 પરમાણુ હથિયાર લઇ જવામાં સક્ષમ છે અને આ ઉપરાંત માત્ર 30 મિનિટમાં અમેરિકા પર હુમલો કરવા સક્ષમ છે. સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ ખાતેના પ્રોજેક્ટ મિસાઇલ ડિફેન્સ પ્રોજેક્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. રાષ્ટ્રીય દિવસ નિમિત્તે ડીએફ-41 એ તેની શરૂઆત કરી છે. આ ચીનનું સંપૂર્ણપણે એક નવું હથિયાર છે જે રજૂ કરવામાં આવ્યું છે. મંગળવારે, ચીને કમ્યુનિસ્ટ શાસનના 70 વર્ષની ઉજવણી કરી છે.

હાઇ સ્પીડથી ઉડનારું ડ્રોન પણ

હાઇ સ્પીડથી ઉડનારું ડ્રોન પણ

આ મિલિટરી પરેડમાં અંડરવોટર વાહનો ઉપરાંત ચીન નવા ડીઆર -8 ડ્રોન પણ સામે લઈને આવ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ડ્રોન અવાજની ગતિથી પાંચ ગણી ઝડપે ઉડી શકે છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં ઘણા બીજા વધુ ભારે હથિયારો પણ જોવા મળ્યા હતાં. ચીનના કમ્યુનિસ્ટ નેતા માઓ ઝેડોંગના જેમને માઓ સે-તુંગ પણ કહે છે, તેમના નેતૃત્વ હેઠળ પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાની સ્થાપના સન.1949 માં કરવામાં આવી હતી. રાષ્ટ્રીય દિવસની પરેડમાં 15,000 સૈનિકોએ ભાગ લીધો હતો. આ સિવાય 160 થી વધુ એરક્રાફ્ટ અને 580 અન્ય ઉપકરણો પણ જોયા મળ્યા હતા. સોમવારે આ કાર્યક્રમ દરમિયાન પહેલીવાર જોવા મળ્યું કે રાષ્ટ્રપતિ જિનપિંગે માઓ ઝેડોંગને શ્રદ્ધાંજલિ આપી હતી.

કોઈ દેશ અમને રોકી શકે નહીં

કોઈ દેશ અમને રોકી શકે નહીં

રાષ્ટ્રીય દિવસની શરૂઆત રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભાષણથી થઈ હતી. જિનપિંગે કહ્યું, "કોઈ દેશ અને કોઈ સૈન્ય ચીન અને અહીંના લોકોને આગળ વધતા રોકી શકશે નહીં." રાષ્ટ્રપતિ તરીકે જિનપિંગની આ ચોથી લશ્કરી પરેડ હતી, જેમાં તેમણે ભાગ લીધો હતો. ચીનની એરફોર્સ વિશ્વની ત્રીજી સૌથી મોટી એરફોર્સ છે. છાંગાન એવન્યુ પર યોજાયેલી પરેડમાં 1,00,000 થી વધુ પરફોર્મર હતા. રાષ્ટ્રધ્વજ માટે હેલિકોપ્ટર હવામાં કરતબ કરતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે ચીને પરંપરાગત ડ્રોન્સનું પણ પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન વચ્ચેનું પરમાણુ યુદ્ધ 5 કરોડ લોકોનો જીવ લેશે

English summary
In just 30 minutes, China's missile can bring destruction to America
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X