For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લંડન આતંકી હુમલોઃ બ્રિટિશરે જ કર્યો હુમલો, નામ ખાલિદ મસૂદ

બ્રિટિશ પોલીસે સંસદ પર થયેલા હુમલાના આરોપીની ઓળખ ખાલિદ મસૂદ તરીકે કરી છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

લંડન ના સંસદ પર હુમલો કરનાર આતંકીની ઓળખાણ થઇ ચૂકી છે. બ્રિટિશ પોલીસે આ હુમલાખોરની ઓળખાણ ખાલિદ મસૂદ તરીકે કરી છે. હુમલામાં ઠાર મરાયેલ આ 52 વર્ષીય ખાલિદ મસૂદ ગુનાખોરીનો ઇતિહાસ ધરાવતો હતો, તેની પર અનેક મામલે કેસ પણ નોંધાયા હતા. તેનો જન્મ કેન્ટમાં થયો હતો, પરંતુ તે વેસ્ટ મિડલેન્ડ્સનો રહેવાસી હોવાનું મનાય છે.

khalid masood

અહેવાલો અનુસાર લંડનમાં સંસદ બહાર થયેલ આ આતંકી હુમલા ની જવાબદારી આતંકી સંગઠન આઇએસઆઇએસ એ લીધી છે. તપાસ એજન્સિઓને પણ આ મામલે આઇએસઆઇએસનો હાથ હોવાની શંકા હતી.

કઇ રીતે કર્યો હુમલો?

ખાલિદ મસૂદ આતંકી દુનિયામાં હજુ નવો હતો, પરંતુ તેની પર આગળ પણ હુમલાખોરી અને ગેર-કાયદેસર હથિયારો રાખવાના આરોપ લગ્યા હતા. તાપસમાં બહાર આવેલી માહિતી અનુસાર, આ હુમલા માટે સૌ પ્રથમ તેણે એક ગાડી ભાડે લીધી હતી, જેના લગભગ એક કલાક બાદ તેણે કંપનીમાં ફોન કરીને જણાવ્યું કે, હવે તેને આ ગાડીની જરૂર નથી. ફોન મૂક્યા પછી તરત જ તેણે વેસ્ટ મિંસ્ટર બ્રિજ પર પૂર પાટ ગાડી હાંકી મૂકી હતી. ગાડીની અડફેટે આવતાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

19 વર્ષની ઉંમરે પહેલો ગુનો

મસૂદ વિરુદ્ધ પહેલી ફરિયાદ 19 વર્ષની ઉંમરે નોંધાયો હતો. વર્ષ 2003માં ગેર-કાયદેસર છરી રાખવા માટે તેને સજા કરવામાં આવી હતી. તેનું વર્ણન હિંસક ચરિત્રના વ્યક્તિ તરીકે થયું છે, આમ છતાં તે ઉગ્રવાદના રસ્તે ચાલતો હોવાના કોઇ સંકેતો મળ્યા નહોતા.

બ્રિટિશ વડાપ્રધાનનું નિવેદન

બ્રિટિશ વડાપ્રધાન ટેરિઝા જણાવ્યું હતું કે, આ હુમલાખોર બ્રિટનનો જ નવિાસી અને ગુપ્ત એજન્સિઓ પરિચિત છે, કેટલાક વર્ષો પહેલાં ગુપ્ત એજન્સિ આમઆઇ-5 દ્વારા તેની તપાસ પણ કરવામાં આવી હતી. જો કે, વર્તમાનમાં એજન્સિઓએ તેની પર નજર રાખવાનું છોડી દીધું હતું. તેમણે આગળ કહ્યું કે, આ હુમલાખોર એકલો જ કામ કરતો હતો અને આથી હાલ તાત્કાલિક અન્ય કોઇ હુમલો થાય એવી શક્યતા જણાતી નથી.

English summary
Khalid Masood has been identified as the man who carried out the London terror attack on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X