For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાતચીતથી મુદ્દાઓનો ઉકેલ લાવે ભારત-પાકિસ્તાન: યૂએન ચીફ

|
Google Oneindia Gujarati News

ban ki moon
ન્યૂયોર્ક, 26 ઓગષ્ટ: સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂને ભારત અને પાકિસ્તાનની વચ્ચે વિદેશ સચિવ સ્તરની વાતચાત રદ્દ થવા અને સરહદ પર પાકિસ્તાન તરફથી વારંવાર યુદ્ધવિરામના ઉલ્લંઘનના મામલાને વાતચીતના શાંતિપૂર્ણ પ્રકારે ઉકેલવાની સલાહ આપી છે.

મૂને યુદ્ધવિરામ ઉલ્લંઘન અને વાતચીત રદ્દ હોવા સંબંધી સવાલના જવાબમાં બંને પક્ષોને શાંતિપૂર્ણ રીતે મુદ્દાઓનો ઉકેલ લાવવાની અપીલ કરી. જોકે તેમણે આ વિષયમાં પોતાની ભૂમિકા અંગે કંઇ પણ જણાવ્યું નહીં.

ભારતમાં પાકિસ્તાનના હાઇ કમિશ્નર અબ્દુલ બાસિતના કાશ્મીરી અલગતાવાદીઓની સાથે વાતચીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 25 ઓગષ્ટના રોજ ઇસ્લામાબાદમાં બંને દેશોની વચ્ચે વિદેશ સચિવ સ્તર પર મળનારી બેઠકને રદ કરી દીધી હતી.

આની વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામના ઉલ્લંઘનની ઘટના છેલ્લા ઘણા અઠવાડીયાઓથી વધી છે. પાકિસ્તાન ઓગષ્ટમાં જ 23 વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી ચૂક્યો છે. ભારતના રક્ષામંત્રી અરૂણ જેટલીએ પણ પાકિસ્તાનને કડક જવાબ આપવાની વાત કરી હતી.

અત્રે નોંધનીય છે કે પાકિસ્તાનના હાઇ કમિશ્નરે ભારતમાં યોજેલી પત્રકાર પરિષદમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ ઉલટાનો ભારતીય સેના પર લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં 54 વખત ભારતે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.

English summary
UN chief Ban Ki-moon asks India-Pakistan to resolve issues through peaceful talks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X