For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતને મળતી અમેરિકન સહાયમાં 16 ટકાનો કાપ

|
Google Oneindia Gujarati News

india-us-flag
વૉશિંગ્ટન, 15 એપ્રિલ : અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ જ્હોન કેરીએ આજે જાહેરાત કરી હતી કે અમેરિકા દ્વારા ભારતને આપવામાં આવતી મદદમાં 16 ટકાનો કાપ મૂકવામાં આવશે. આ બાબત સૂચવે છે કે બંને દેશો વચ્ચેના સંબંધ હવે પરંપરાગત 'દાતા-યાચક'માંથી બદલાઇને 'વ્યૂહાત્મક ભાગીદારી'માં ફેરવાઇ ગયા છે.

આ અંગે વાત કરતા અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે "વર્ષ 2014 માટે ભારતને આપવામાં આવતી સહાયની રકમ ઘટાડીને 91 મિલિયન અમેરિકન ડોલર કરવામાં આવી છે. આ રકમ વર્ષ 2012ની સરખામણીમાં 16 ટકા જેટલી ઓછી છે."

આ છેલ્લા કેટલાક વર્ષથી શરૂ થયેલા વલણને આધારે કરવામાં આવ્યું છે. વર્ષ 2010માં અમેરિકાએ ભારતને 126.7 મિલિયનની સહાય આપવામાં આવી હતી. જે વર્ષ 2011માં ઘટાડીને 121.6 મિલિયન અમેરિકન ડોલર કરવામાં આવી હતી. વર્ષ 2012માં તે ઘટીને 108 મિલિયન અમેરિકન ડોલર થઇ હતી. જ્યારે વર્ષ 2013 માટે 98.3 મિલિયન ડોલરની દરખાસ્ત મૂકવામાં આવી હતી.

આ અંગે સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક અધિકારી કે જેમને પ્રેસ સાથે વાત કરવાનો અધિકાર નથી, તેમણે નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે "બંને દેશો વચ્ચેના સંબંધ હવે પરંપરાગત 'દાતા-યાચક'માંથી બદલાઇને 'વ્યૂહાત્મક ભાગીદારી'માં ફેરવાઇ ગયા છે." આ ભાગીદારીમાં ભારત અને તેના વધતા જતા વૈશ્વિક પ્રભાવ અને પડકારોને રજૂ કરે છે. આ માટે એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિલેનિયમ એલાઇન્સને કામગીરી સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકા તરફથી ભારતને આપવામાં આવતી સહાયનો બે તૃતીયાંશ હિસ્સો ભારતમાં સ્વાસ્થ્ય પાછળ ખર્ચવામાં આવે છે. એટલે કે અંદાજે 61 મિલેનિયમ અમેરિકન ડોલર ભારતમાં ચાલતા સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમો પાછળ ખર્ચ કરવામાં આવે છે. વર્ષ 2012માં અંદાજે 76 મિલિયન અમેરિકન ડોલરની સહાય સ્વાસ્થ્ય ક્ષેત્ર પાછળ ખર્ચવામાં આવી હતી. હવે નાણાકીય વર્ષ 2014 દરમિયાન અંદાજે 47.8 બિલિયન ડોલર ખર્ચ કરવામાં આવે છે.

English summary
US aid to India drops by 16 pc.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X