For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US Presidential Debate 2020: શિયાળામાં કોરોનાથી લોકોના જીવ બચાવવાનો પ્લાન ટ્રમ્પ પાસે નથી

US Presidential Debate 2020: શિયાળામાં કોરોનાથી લોકોના જીવ બચાવવાનો પ્લાન ટ્રમ્પ પાસે નથી

|
Google Oneindia Gujarati News

નૈશવિલેઃ ટેનીસીના નૈશવિલેમાં ગુરુવારે રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડડેન્ટ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટના ઉમેદવાર જો બિડેન વચ્ચે ત્રીજી અને છેલ્લી ડિબેટનું આયોજન થયું. ત્રણ નવેમ્બરે થનાર ચૂંટણી પહેલા આ ડિબેટમાં બંને નેતાઓ વચ્ચે ગરમા-ગરમી અને આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ રહ્યો. શરૂઆતની બે મિનિટ સુધી માઈક્રોફોનને મ્યૂટ કરી થયેલી ડિબેટમાં કોરોના વાયરસને લઈ એકવાર ફરી અમેરિકાની રાજનીતિએ ગરમાવો પકડ્યો છે. જો બિડેને કહ્યું કે ટ્રમ્પ પાસે દેશમાં કોરોના વાયરસથી થતા મોતને કઈ રીતે રોકી શકાય તેનો કોઈ પ્લાન નથી. ચૂંટણીમાં હવે માત્ર 11 દિવસ જ બાકી છે.

પ્રેસિડેન્ટ રહેવાનો અધિકાર નથી

જો બિડેને ડિબેટમાં ટ્રમ્પને યાદ અપાવી છે કે તેમણે 29 સપ્ટેમ્બરે થયેલી પહેલી ડિબેટમાં કહ્યું હતું કે જલદી જ કોરોના વાયરસ ચાલ્યો જશે અને મેડિકલ સેક્ટરમાં મોટી ઉપલબ્ધી હાંસલ થશે. પરંતુ તેઓ ખુદ આનાથી સંક્રમિત થઈ ગયા. બિડેનના શબ્દોમાં જ કહીએ તો, '220,00 અમેરિકનોના મોત થઈ ગયાં છે. જો આટલા બધા મોત માટે કોઈ જવાબદાર હોય તો તેણે અમેરિકાના પ્રેસિડેન્ટ ના રહેવું જોઈએ.' જો બિડેને આગળ કહ્યું કે, 'જલદી જ શિયાળો શરૂ થશે. અને તેમની પાસે કોઈ પ્લાન નથી.' આના માટે જો બિડેને 'ડાર્ક વિંટર' શબ્દનો ઉપયોગ કર્યો હતો. ટ્રમ્પે આના પર બિડેન સામે આક્રમક વલણ અપનાવ્યું અને કહ્યું, 'અમેરિકામાં કોઈ ડાર્ક વિંટર નહિ હોય.' સાથે જ અર્થવ્યવસ્થાને જલલદીમાં જલદી ખોલવાના પોતાના ફેસલાનો પણ બચાવ કર્યો. ટ્રમ્પે કહ્યું, 'આપણે ત્રણ સ્થિતિઓને બદલી રહ્યા ચીએ અને આ હવે જઈ રહ્યો છે. આપણી પાસે વેક્સીન ચે જે જલદી જ આવી રહી છે. વેક્સીન તૈયાર છે અને આગામી થોડા સમયમાં જ તેનું એલાન થઈ જશે.'

આ પણ વાંચો-

પહેલી ડિબેટથી આ ડિબેટ અલગ હતી

આખી ડિબેટમાં જો બિડેનનો પ્રયત્ન હતો કે તેઓ કોરોના વાયરસ પર જ કેન્દ્રિત રહે. બિડેનની કોશિશ ડિબેટમાં ચૂંટણી પહેલાં બઢત હાંસલ કરવાની જોવા મળી. ટેક્સાસની ક્યૂઈનપિયાક યૂનિવર્સિટીમાં થયેલ સર્વે મુજબ 10માંથી છ અમેરિકી નાગરિકનું માનવું છે કે કોરોના વાયરસ અનિયંત્રિત થઈ ચૂક્યો છે. ટ્રમ્પે ચાર વર્ષ પહેલા હિલેરી ક્લિંટન સાથે ડિબેટની જે રણનીતિ અપનાવી હતી તે રણનીતિ જ આ વખતે પણ અપનાવી રહ્યા છે. જો કે આ ડિબેટ 29 સપ્ટેમ્બરે થયેલી ડિબેટથી ઘણી અલગ હતી. 15 ઓક્ટોબરે બંને વચ્ચે બીજી ડિબેટ થનારી હતી. ટ્રમ્પ કોરોના વાયરસથી સંક્રમિત થયો હોવાના કારણે તેની વર્ચ્યુઅલ કરવાની યોજના હતી. પરંતુ ટ્રમ્પે તેમાં ભાગ લેવાનો ઈનકાર કરી દીધો હતો.

English summary
US Presidential Debate 2020: Trump has no plan to save lives from Corona in winter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X