For Quick Alerts
For Daily Alerts
અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી: ઓબામા અને રોમનીના ભાવિનો ફેંસલો આજે
વોશિંગ્ટન, 6 નવેમ્બર: આજે વિશ્વના સૌથી તાકતવર દેશ અમેરિકા માટે ખાસ દિવસ છે. કારણ કે આજે અમેરિકાના રાષ્ટ્રપતિ માટે આજે ચૂંટણી છે. હાલના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને મિટ રોમની વચ્ચે કાંટાની ટક્કર છે. આજે મતદારો આજે કોને પોતાના રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરે છે તેનો ચૂકાદો આજે સાંજ સુધી આવી જશે.
થોડા દિવસો અગાઉ સૅન્ડીની તબાહીએ અમેરિકાને ધૂણાવી મૂક્યું હતું પરંતુ નિરાધારો માટે માટે સહારો બનેલા બને ઓબામા માટે સૅન્ડી તોફાન વરદાનરૂપ સાબિત થઇ શકે છે. સૅન્ડીએ ન્યૂ જર્સીના હલાવી મૂક્યુ હોવાથી ત્યાંના લોકો માટે મતદાન કેન્દ્ર સુધી પહોંચવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશ્લેષકોનું માનવું છે કે આ વિસ્તારના લોકો ઓબામાના રાહત કાર્યથી ખૂબ સંતુષ્ટ છે માટે શક્ય છે કે આ વિસ્તારના વોટ ઓબામાના પક્ષમાં પડે.
એક્ઝિટ પોલનું સર્વેક્ષણ કહે છે કે આ વખતે મુકાબલો રસાકસી ભર્યો હશે. માટે આ વખતની જંગ આસાન રહેશે નહી. આજે સવારથી વોટ પડવાની શરૂઆત થશે. ત્યારે ભારતમાં સાંજના લગભગ પાંચ વાગ્યા હશે. પ્રથમ પરિણામ ભારતીય સમય અનુસાર બુધવાર સવારે 7.00 વાગ્યાની આસપાસ આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિના પરિણામ રાહ ફક્ત અમેરિકાને જ નહી પરંતુ સમગ્ર વિશ્વને છે.