For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારો ભ્રમ છે...કે 'વિયાગ્રા'થી વધે છે શારીરિક સુખ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 નવેમ્બર: પુરૂષોના સેક્સ ગુણને વધારવા માટે વિયાગ્રા સૌથી ચર્ચિત અને જાણીતી દવા છે પરંતુ એવું વિચારવું કે વિયાગ્રાનું સેવન કરવાથી પુરૂષોની સેક્સ પાવર વધી જાય છે, તે એક ગેરસમજ છે... એમ નવી શોધનું કહેવું છે.

અમેરિકન યૂનિવર્સિટીના નવા રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે વિયાગ્રાનું સેવન કરવાથી શારીરિક પરેશાનીઓનો તો અંત થઇ જાય છે પરંતુ માનસિક પરેશાનીઓથી છુટકારો મળતો નથી. વૈજ્ઞાનિકોએ ચાલીસ એવા પુરૂષો ઉપર આ રિસર્ચ કર્યું કે જે પોતાના પાર્ટનર સાથે શારીરિક સંતુષ્ટિ મેળવી શકતા ન હતા જેના લીધે તે માનસિક રીતે વ્યથિત અને તણાવગ્રસ્ત હતા.

પરંતુ વિયાગ્રાનો હાઇડોઝ લેવાથી અને નિયમિત સેવન કરવા છતાં પણ તેમની સ્થિતીઓમાં કોઇ પરિવર્તન આવ્યું નહી. ડૉક્ટરોનું કહેવું છે કે વિયાગ્રાથી ફક્ત શારિરીક સમસ્યાઓ દૂર થઇ જાય છે તે પણ થોડીવાર માટે પરંતુ માનસિક પરેશાનીઓ પર કોઇ ફરક પડતો નથી.

viagra-600

એટલા માટે ડૉક્ટરોની સલાહ છે કે જે લોકો સેક્સ પાવર વધારવા માંગે છે તે વિયાગ્રા જેવી સેક્સવર્ધક દવાઓ પર સમય બરબાદ કરવાના બદલે સેક્સ થેરેપી અને પાર્ટનર સાથે પોતાના માનસિક સ્તર પર ધ્યાન આપે ત્યારે તેમનું લગ્ન જીવન સારું અને ખુશહાલ રહેશે.

મનોવૈજ્ઞાનિકોની પણ સલાહ છે કે કોઇપણ સેક્સવર્ધક દવાનું સેવક કરતાં પહેલાં તમે કોઇ સારા ડૉક્ટરને મળીને પોતાની સમસ્યાઓ તેને કહો અને ત્યારબાદ ડૉક્ટર દ્વારા જણાવવામાં આવેલી દવાઓનું સેવન કરો કારણ કે આ તમને સાચી રીતે માનસિક અને શારીરિક પીડામાંથી મુક્તિ અપાવશે.

English summary
Viagra DOESN'T improve relationships, Men who took the drug said their overall life satisfaction hadn't changed said New Study.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X