For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vienna Attack: ISISએ લીધી ઑસ્ટ્રિયામાં થયેલા હુમલાની જવાબદારી

ઑસ્ટ્રિયાની રાજધાની વિએનામાં થયેલા દર્દનાક આતંકી હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ(આઈએસઆઈએસ) લીધી છે.

|
Google Oneindia Gujarati News

વિએનાઃ ઑસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં થયેલા દર્દનાક આતંકી હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ(આઈએસઆઈએસ) લીધી છે. આ હુમલામાં મરનારની સંખ્યા વધીને 4 થઈ ગઈ છે અને હુમલાને 20 વર્ષના આતંકી કુજતિમ ફેજજુલાઈએ અંજામ આપ્યો હતો. કુજતિમે આઈએસઆઈએસ સાથે જોડાયેલ હોવાના કારણે અમુક સમય જેલમાં પણ વીતાવ્યો હતો. યુરોપના મહત્વના શહેર ઑસ્ટ્રિયામાં મંગળવારથી કોરોના વાયરસના કારણે લૉકડાઉન પ્રભાવી થવાનુ હતુ પરંતુ આનાથી બરાબર એક દિવસ પહેલા રાજધાની વિયેના ખતરનાક આતંકી હુમલાથી ડરી ગઈ.

vienna

અત્યાર સુધી 14 લોકો પકડાયા

ઑસ્ટ્રિયાના ચાન્સેલર સેબેસ્ચિયન કુર્જે આ હુમલા બાદ રાજકીય ઈસ્લામને યુરોપ તરફથી જવાબ આપવાની વાત કહી છે. મંગળવારે તપાસકર્તા હુમલાની દરેક કડીને જોડવાની કોશિશ કરતા રહ્યા. આતંકી કુજતિમે એકે-47થી વિએનાના વ્યસ્ત વિસ્તારને નિશાન બનાવ્યુ. આઈએસઆઈએસે કુજતિમને એક સિપાહી ગણાવ્યો છે જે હુમલા માટે જવાબદાર છે. પોલિસે કુજતિમને પણ ઠાર મારી દીધો હતો. આ ઉપરાંત 18 અલગ અલગ જગ્યાની તપાસ કરવામાં આવી અને અત્યાર સુધી 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યુ છે કે આ બધુ કુજતિમ સાથે જોડાયેલા છે. ગૃહમંત્રી કાલે નેહમ્મારના જણાવ્યા મુજબ જે વીડિયો સીસીટીવીથી મળ્યો છે તેમાં બીજા હુમલાખોર વિશે કોઈ પુરાવા મળ્યા નથી.

ગયા વર્ષે જેલ જઈ ચૂક્યો છે આતંકી

વિયેના પોલિસે એ લોકોને આગળ આવવાની અપીલ કરી છે જેમણે હુમલાનો વીડિયો મોબાઈલ પર બનાવ્યો છે. પોલિસે કહ્યુ છે કે જો તેમની પાસે કોઈ રેકોર્ડિંગ હોય તો તે સોશિયલ મીડિયા પર તેને શેર કરવાના બદલે આ રેકોર્ડિંગ તેમને સોંપી દે જેથી તેમને હુમલાખોરના રાજધાની સુધી આવવાની માહિતી મળી શકે. આતંકી કુજતિમના કમ્પ્યુટરથી તપાસકર્તાઓને ઘણા એવા પુરાવા મળ્યા છે જેનાથી તેના ખતરનાક ઈરાદાઓ જાણી શકાય છે. આમાં તે ફોટોગ્રાફ પણ શામેલ છે જેમાં તેને એક ઑટોમેટિક હથિયાર સાથે જોઈ શકાય છે. ગૃહમંત્રીના જણાવ્યા મુજબ કુજતિમને ગયા વર્ષે એપ્રિલમાં આતંકી ઘટનામાં શામેલ હોવાના કારણે જેલમાં મોકલવામાં આવ્યો હતો. તેને ઑથૉરિટીઝે ત્યારે પકડ્યો હતો જ્યારે સીરિયા જવાની કોશિશ કરી રહ્યા હતા.

ટ્ર્રમ્પે ફ્લોરિડા, એરિજોનામાં સારા મત મળવાનો કર્યો દાવોટ્ર્રમ્પે ફ્લોરિડા, એરિજોનામાં સારા મત મળવાનો કર્યો દાવો

English summary
Vienna attack: ISIS claims responsibility for deadly in Austria.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X