For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભોજનનો બગાડ કરવામાં અવ્વલ નંબરે આવતા દેશો

|
Google Oneindia Gujarati News

એક તરફ વિશ્વમાં એવા ઘણા લોકો હશે કે જેમને જમવા માટે બે ટંક પૂરતુ ભોજન પણ મળતું નહીં હોય અને બીજી તરફ વિશ્વમાં એવા ઘણા દેશો છે કે જ્યાંની પ્રજા જેટલું ખાય છે તેના કરતા વધારે ખાવાનો બગાડ કરે છે. આવા દેશોમાં દરરોજ મિલિયન ટન ખાવું ફેંકી દેવામાં આવે છે, અથવા તો દર વર્ષે આ આંક બિલિયન ડોલર્સમાં પહોંચી જાય છે.

વિશ્વની મહાસત્તા ગણાતું અમેરિકા, યુકે, કેનેડા, નેધરલેન્ડ, મલેશિયા સહિતના અનેક દેશો છે, જ્યાં અંદાજે વર્ષે 1.3 બિલિયન ટન ફૂડનો બગાડ કરવામાં આવે છે અને તેને કચરામાં ફેંકી દેવામાં આવે છે, પરંતુ જો આ ફૂડનો બગાડ નહીં કરીને તેને અન્યોને આપવામા આવે તો કેટલાયની જઠરાગ્ની સંતોષાશે. તો ચાલે તસવીરોના માધ્યમથી આપણે આવા કેટલાક દેશો અંગે જાણીએ કે જે દરરોજ અથવા તો દરવર્ષે કેટલા ટન ફૂડનો બગાડ કરે છે. માહિતી જાણવા સ્લાઇડ્સના નેક્સ્ટ બટનને દબાવતા રહો.

યુનાઇટેડ સ્ટેટ્સ

યુનાઇટેડ સ્ટેટ્સ

યુએસમાં અંદાજે 48.3 બિલિયન ડોલરની કિંમતના ફૂડનો વેસ્ટ દર વર્ષે કરવામાં આવે છે.

યુનાઇટેડ કિંગડમ

યુનાઇટેડ કિંગડમ

યુકેમાં ખાવાનો બગાડ વધી જવાના કારણે 2007માં લવ ફૂડ, હેટ વેસ્ટનું સૂત્ર પણ વહેતું કરવામાં આવ્યું હતું.

કેનેડા

કેનેડા

કેનેડામાં 27 બિલિયન ડોલરની કિંમતના ફૂડનો બગાડ દર વર્ષે કરવામાં આવે છે.

 જર્મની

જર્મની

જર્મનીમાં દર વર્ષે 11 મિલિયન ટન ફૂડનો બગાડ કરવામાં આવે છે.

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયામાં 4.5 મિલિયન ટન ફૂડનો દર વર્ષે બગાડ કરવામાં આવે છે.

ડેનમાર્ક

ડેનમાર્ક

ડેનમાર્કમાં વ્યક્તિ દીઠ 660 કેજી ફૂડનો દર વર્ષે બગાડ કરવામાં આવે છે.

નોર્વે

નોર્વે

નોર્વેમાં 3,35,000 ટન ફૂડનો બગાડ કરવામાં આવે છે.

નેધરલેન્ડ

નેધરલેન્ડ

નેધરલેન્ડમાં ફૂડનો બગાડ ઘણો કરવામાં આવે છે. દર વર્ષે વ્યક્તિ દીઠ 40 કિલો ફૂડનો બગાડ થાય છે.

મલેશિયા

મલેશિયા

મેલેશિયામાં મોટાભાગના ફૂડનો બગાડ કરવામાં આવે છે. મલેશિયામાં અંદાજે એક મિલિયન કેજી ફૂડનો દરરોજ બગાડ કરવામાં આવે છે.

ફિનલેન્ડ

ફિનલેન્ડ

ફિનલેન્ડમાં જેટલું ખાવાનું ઘરોમાં બનાવવામાં આવે છે તેના અડધા ભાગનું ખાવાનું ત્યાં રેસ્ટોરાં અને રિટેલ સેક્ટરમાં ફેંકી દેવામાં આવે છે.

English summary
here is the list of waste food the most in this countries
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X