For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો

આ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો

|
Google Oneindia Gujarati News

બૈંકોકઃ છોકરી જવાન ન થાય કે પરિજનોને તેના લગ્નની ચિંતા શરૂ થઈ જતી હોય છે. માતા-પિતાની કોશિશ રહેતી હોય છે કે પોતાની દીકરીના લગ્ન સારામાં સારા ઘરમાં થાય જેથી કરીને જીવનમાં તેને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. આખી દુનિયામાં આવું જ થાય છે. ઘરની દીકરી વડી ન થાય કે તેના લગ્નની વાત ચાલવા લાગે છે. છોકરી શું ઈચ્છે છે કે શું નહિ તે પૂછવામાં નથી આવતું. કંઈક આવો જ એક મામલો થાઈલેન્ડમાં જોવા મળ્યો છે.

દીકરીના લગ્ન માટે પિતા થયા પરેશાન

દીકરીના લગ્ન માટે પિતા થયા પરેશાન

થાઈલેન્ડના એક લખપતિ પિતાએ પોતાની દીકરીના લગ્નનું એલાન કરતા કહ્યું કે જે કોઈપણ તેની દીકરી સાથે લગ્ન કરશે તેને 2 કરોડ રૂપિયા આપશે. મિરરના રિપોર્ટ મુજબ આ શખ્સનું નામ આરનોન રોડથોન્ગ છે જે પોતાની દીકરીના લગ્નને લઈ એટલો પરેશાન થી ગયો છે કે તેણે પૈસા આપવાનું એલાન કરી દીધું છે. તેણે કહ્યું કે જે કોઈપણ તેની દીકરી કાર્નસિતા સાથે લગ્ન કરશે તેને તે 10 મિલિયન થાઈ એટલે કે 2 કરોડ રૂપિયા આપશે.

લગ્ન માટે પિતાએ રાખી શરત

લગ્ન માટે પિતાએ રાખી શરત

પરંતુ એવું નથી કે કોઈપણ છોકરા સાથે લગ્ન કરાવવા માટે તૈયાર છે. છોકરીના પિતાએ શરત રાખતા કહ્યું કે તે પોતાની દીકરીના લગ્ન એવા શખ્સ સાથે જ કરશે જે મહેનતી હોય. જે પૈસા કમાવવા માટે લાલચી હોય અને આળસ બિલકુલ ન કરતો હોય. જો કે પિતાએ કહ્યું કે લગ્ન માટે છોકરાએ ડિગ્રી લઈને આવવાની જરૂર નથી, તેને બસ લખતા અને વાચતાં આવડવું જોઈએ.

પિતાએ લગ્ન માટે આ ઈચ્છા જતાવી

પિતાએ લગ્ન માટે આ ઈચ્છા જતાવી

જણાવી ધઈએ કે રોડથોન્ગ પાસે ડૂરિયનના ખેતર છે જેમાં તે સૌથી મોંઘા અને બદબૂદાર ફળ ડૂરિયનની ખેતી કરે છે. પિતાએ કહ્યું કે તે પોતાની દીકરી માટે એવો છોકરો ઈચ્છે છે જે આ કામમાં તેની દીકરીની મદદ કરે. જો કે આ સંબંધમાં છોકરીએ કંઈપણ નથી કહ્યું. પરંતુ આ વાતથી તો સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતમાં જ નહિ બલકે વિદેશોમાં પણ પૈસાના દમ પર છોકરીઓના લગ્ન થઈ રહ્યાં છે.

એક એવું ગામ જ્યાં લોકોએ સ્વતંત્રતા પછી મતદાન નથી કર્યું એક એવું ગામ જ્યાં લોકોએ સ્વતંત્રતા પછી મતદાન નથી કર્યું

English summary
who will marry her daughter, Father will give Rs 2 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X