દક્ષિણ કોરિયામાં વિશ્વ ચૂંટણી પંચ સંગઠનની રચના
ઇંચહોન, વેસ્ટ ઓફ સિઓલ, સાઉથ કોરિયા, 15 ઓક્ટોબર : દક્ષિણ કોરિયામાં આવેલા પશ્ચિમ સિઓલના ઇંચહોન શહેરમાં સોમવાર 14 ઓક્ટોબર, 2013ના રોજ વિશ્વના ચૂંટણી પંચોના પ્રતિનિધિઓની એક મહાસભા મળી હતી. આ મહાસભામાં વિશ્વ ચૂંટણી પંચ સંગઠનની રચના કરવામાં આવી છે.
આ મહાસભામાં 120 દેશોના 320થી વધારે પ્રતિનિધિઓ અને સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના અધિકારીઓ સહિત આંતરરાષ્ટ્રીય સંગઠનના અધિકારીઓએ ભાગ લીધો હતો. રુસ તરફથી રુસ ચૂંટણી પંચના ઉપાધ્યક્ષ સ્તાનિલસ્લાવ વવીલફના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળે તેમાં ભાગ લીધો હતો.

દક્ષિણ કોરિયા ચૂંટણી પંચના અધ્યક્ષ લી ઇન બોકને વિશ્વ ચૂંટણી પંચ સંગઠનના પ્રથમ અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ નવા વિશ્વ સંગઠનનું સચિવાલય ઇંચહોનમાં જ બનેલા સિન્દો મુક્ત આર્થિક ક્ષેત્રમાં આવેલું હશે.
આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ બાન કી મૂને આ અવસરે પોતાનો અભિનંદન સંદેશ મોકલ્યો હતો. આ સંગઠનનો મુખ્ય હેતુ વિકાસશીલ દેશોમાં ઇમાનદાર ચૂંટણી વ્યવસ્થાની સ્થાપના કરવાનો તથા તે માટે જરૂરી કાયદાકીય માળખુ તૈયાર કરી ચૂંટણી કર્મચારીઓને તેના માટે યોગ્ય તાલીમ આપવાનો છે.












Click it and Unblock the Notifications
