પાકિસ્તાનઃ રાષ્ટ્રપતિ પદ પરથી ઝરદારીની વિદાઇ

ઝરદારીએ કહ્યું કે, તેમણે તમામ નિર્ણય દેશના હિતમાં કર્યા અને પોતાના અધિકાર સંસદમાં સોંપ્યા. પાકિસ્તાનના 67 વર્ષના ઇતિહાસમાં ઝરદારી પહેલા એવા રાષ્ટ્રપતિ છે, જેમણે પોતાનો પાંચ વર્ષનો રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂર્ણ કર્યો અને તેમના સ્થાને એક નિર્વાચિત રાષ્ટ્રપતિ પદ સંભાળશે.
ઝરદારીનું સ્થાન મમનૂન હુસૈન લેશે. રાષ્ટ્રપતિ તરીકે ઝરદારીના કાર્યકાળમાં પાકિસ્તાનને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન જ્યાં પાકિસ્તાનમાં ચરમપંથી હિંસા મોટો પડકાર બની રહી. તો બીજી તરફ એબેટાબાદ શહેરમાં અલ કાયદાના નેતા ઓસામા બિન લાદેનને અમેરિકન સેન્ય દ્વારા ઠાર મારવામાં આવવા અને અમેરિકા અને અફઘાનિસ્તાન સાથે પાકિસ્તાનના સંબંધો તણાવપૂર્ણ રહ્યાં.












Click it and Unblock the Notifications
