ક્રેડિટકાર્ડ ગોટાળામાં ભારતીય મૂળ 5 લોકોએ કરોડો ડોલરનો ચૂનો ચોપડ્યો

અમેરિકામાં અત્યાર સુધીના સૌથી મોટા ક્રેડિટ કાર્ડ ગોટાળામાં લોકોએ ક્રેડિટ કાર્ડ પ્રાપ્ત કરવા માટે પોતાની ઓળખ છુપાવી હતી અને આ કાર્ડધારકો સાથે સંકળાયેલ ખરીદી અને ઉધારીની મર્યાદા વધારવા માટે સંબંધિત ક્રેડિટ રિપોર્ટમાં હેરાફેરી કરી હતી.
અમેરિકન એટર્ની પોલ ફિશમેને કહ્યું હતું કે આ ઘટના બાદ તેમને આ કાર્ડના માધ્યમથી જેટલો ખર્ચ કર્યો અને ઉધાર લીધા તેમજ વેપારીઓ અને નાણાંકીય પેઢીઓને 20 કરોડ ડોલરથી વધુનો ચૂનો ચોપડ્યો છે.
એફબીઆઇ પાસેથી અધિકારીઓએ 13 વ્યક્તિઓની ધરપકડ કરી અને ન્યૂજર્સી, ન્યૂયોર્ક, પેનસિલ્વેનિયા અને કનેક્ટિક્ટમાં તેમના સ્થળોએ દરોડા પાડ્યા હતા. બેંક સાથે છેતરપિંડી કરવાના આરોપમાં ગુનેગાર સાબિત થયેલા લોકોમાં કુરેશી, ઇઝાઝ બટ, રઘવીર સિંહ, મોહંમદ ખાન, સત વર્મા, વિજય વર્મા, તરસેમ લાલ અને વિનોદ ડડલાણીનો સમાવેશ થાય છે. આમાંથી પ્રત્યેકને લાખો ડોલરમાં દંડ ભરવો પડી શકે છે અને 30 વર્ષની સજા પણ થઇ શકે છે.












Click it and Unblock the Notifications
