For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાંચિયાઓએ કર્યું 24 ભારતીયોનું અપહરણ

By Super
|
Google Oneindia Gujarati News

Pirates-hijack
મુંબઇ, 17 જુલાઇઃ પશ્ચિમી આફ્રિકન દેશ ગૈબૉનના તટ નજીક સમુદ્રી ચાંચિયાઓએ ઓઇલ ભરેલા એક જહાજનું અપહરણ કર્યું છે. ચાંચિયાઓએ જહાજ ચાલક દળના 24 ભારતીય સભ્યોનું પણ અપહરણ કરી લીધું છે. જે સમયે આ ઘટના ઘટી તે સમયે આ જહાજ ગુયાનાની ખાડી સ્થિત બંદરગાહ પર રોકાવાની પ્રતિક્ષા કરી રહ્યું હતું.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ જહાજની ઓળખ એમવી કૉટનના રૂપમાં કરવામાં આવી છે, જે તુર્કીની એક કંપની છે. અપહરણ સમયે જહાજ જેંતિલ બંદરગાહથી 15 માઇલની દૂરી પર હતું. વર્ષ 2007માં નિર્મિત 184 મીટર લાંબા આ જહાજની ભાર વહનની કુલ ક્ષમતા 23, 248 ટન છે.

જહાજરાણી મહાનિદેશાલયના અધિકારીએ જહાજના અપહરણની પૃષ્ટિ કરતા જણાવ્યું છે કે, ઘટના સંદર્ભે વિસ્તૃત નિરીક્ષણની રાહ જોવાઇ રહી છે.

જહાજની કંપનીના અધિકારીઓએ હજુ સુધી એ અંગે જણાવ્યું નથી કે, લુટેરાઓએ ખંડણીની માંગણી કરી છે કે નહીં. આ બાબત કંપની દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જહાજમાં સવાર તમામ લોકોની સુરક્ષિત વાપસીને પહેલી પ્રાથમિકતા બતાવવામાં આવી છે. કંપનીએ તુર્કી સરકાર અને નૌસેનાની આ ઘટનાની જાણકારી આપી છે.

English summary
An oil chemical tanker with an all Indian crew of 24 has been hijacked off the coast of the West African nation Gabon, officials said here today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X