ફાંસીની સજાના આરોપી 17 ભારતીયો દુબઇમાં મુક્ત

અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલમાં માથુ ટેકવીને આ યુવકોએ તેમને મળેલી નવી જિંદગી માટે ઉપરવાળાનો આભાર માન્યો હતો.
કામની શોધમાં દુબઇ ગયેલા 17 ભારતીય યુવકો પર એક પાકિસ્તાની હત્યાના આરોપમાં ફાંસીની સજા સંભળાવી હતી, પરંતુ કેન્દ્ર સરકારને સહયોગથી ઉદ્યોગપતિ અને સમાજસેવક એસપી સિંહએ આ યુવકોને મુક્ત કરાવવા માટે લાંબી કાયદાકીય લડાઇ લડી. જેમાં તેમને સફળતા મળી.
અંદાજે ત્રણ વર્ષ સુધી દુબઇની જેલમા બંધ રહ્યા બાદ જ્યારે આ યુવકો પોતાના પરિવારને મળ્યા ત્યારે તેમની આંખોમા આસું આવી ગયા. તેમના પરિવારજનો માટે પણ આ પળ લાંબી રાહ જોયા બાદ આવ્યો છે. કેટલાકે તો પોતાના પુત્રને મળવાની આશા પણ છોડી દીધી હતી.












Click it and Unblock the Notifications
