• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટીમ ઇન્ડિયાના યુવા ખેલાડી સંજુ સેમસનની 10 અજાણી વાતો

|

ઇંગ્લેન્ડ ખાતે હાલની ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે, તેનાથી ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો ઘણા જ નારાજ થયા છે. બીસીસીઆઇ દ્વારા કડક પગલાં પણ ભરવામાં આવ્યા છે અને આગામી વિશ્વકપ કે જે 2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની ધરતી પર રમાવાનો છે, તેમાં ટીમ ઇન્ડિયા સારું પ્રદર્શન કરે એ માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે ટીમમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે અને ભવિષ્યની ટીમ ઇન્ડિયા તૈયાર કરી છે. જેમાં ખાસ ધ્યાન આપવા યોગ્ય બે ખેલાડી છે એક કર્ણ શર્મા અને બીજો 19 વર્ષિય યુવા ખેલાડી સંજુ સેમસન.

દરેક ભારતીય ક્રિકેટ ચાહક સંજુ સેમસનને મહેન્દ્ર સિંહ ધોનીના સ્થાને જોઇ રહ્યો છે. આ એવો ખેલાડી છેકે જેની પ્રતિભાને રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ખેલાડીઓ દ્વારા વખાણવામાં આવી છે. સેમસન કે જે રાહુલ દ્રવિડને પોતાના પ્રેરણાસ્ત્રોત માને છે, તે કેરળનો ચોથો ખેલાડી છે, જેનો ભારતીય ક્રિકેટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઇંગ્લેન્ડની ધરતી પર પાંચ વનડે અને એક ટી-20 મેચમાં ભાગ લેશે. અહીં અમે સંજુ સેમસન સાથે જોડાયેલી 10 અજાણી વાતો તસવીરો થકી જણાવી રહ્યાં છીએ, તો ચાલો તેના પર નજર ફેરવીએ.

આ પણ વાંચોઃ- ઇંગ્લેન્ડમાં રૈનાને મદદરૂપ થશે સચિને આપેલી ટિપ્સ?

આ પણ વાંચોઃ- ટીમના બોસ કોણ? છેડાયો વિવાદ, ધોની-bcci આમને-સામને

આ પણ વાંચોઃ- ક્રિકેટ જગતનો અનોખો રેકોર્ડઃ એક ખેલાડીએ લીધી છે 4202 વિકેટ

આઇપીએસ ઓફિસર બનવાની ઇચ્છા

આઇપીએસ ઓફિસર બનવાની ઇચ્છા

19 વર્ષિય ખેલાડી સંપૂર્ણ પણે ક્રિકેટમાં ડુબી ગયો છે, પરંતુ કેરળની ટીમના કોચ બિજુ જ્યોર્જે જણાવ્યું હતું કે તે ભવિષ્યમાં આઇપીએસ ઓફિસર બનીને દેશની સેવા કરવા માગે છે. તેમણે કહ્યું છેકે સંજુ સેમસનમાં પોતાના આ સ્વપ્નને પૂર્ણ કરવાની ક્ષમતા છે.

આઇપીએલમાં કરોડો રૂપિયા કમાનાર યુવા ખેલાડી

આઇપીએલમાં કરોડો રૂપિયા કમાનાર યુવા ખેલાડી

જ્યારે રાજસ્થાન રોયલ્સે આ પ્રતિભાશાળી ક્રિકેટર્સ સાથે 2014માં કોન્ટ્રાક્ટ રિન્યૂઅલ કર્યો ત્યારે તે 19 વર્ષ અને 58 દિવસનો હતો અને આઇપીએલનો તે સૌથી યુવા ખેલાડી બની ગયો કે જેને કરોડો રૂપિયા ચુકવવામાં આવ્યા હોય. હરાજી પહેલા રાજસ્થાન રોયલ્સે તેને રિટેઇન કર્યો હતો અને આઇપીએલના નિયમો અનુસાર તેની પ્રાઇસ વેલ્યુ 4 કરોડ રૂપિયા થઇ ગઇ હતી. તેણે આ જ ટીમ સાથે 2013માં 10 લાખ રૂપિયામાં જોડાયો હતો.

કોલકતા નાઇટ રાઇડર્સનો હતો ખેલાડી

કોલકતા નાઇટ રાઇડર્સનો હતો ખેલાડી

રાજસ્થાન રોયલ્સની ટીમ થકી લાઇમ લાઇટમાં આવ્યો તે પહેલા તે કોલકતા નાઇટ રાઇડર્સમાં હતો, જોકે શાહરુખ ખાનની ટીમે આ ખેલાડીની પ્રતિભાને જાણ્યા વગર તને ટીમમાંથી દૂર કર્યો હતો. જ્યારે તેણે 2013માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે પદાર્પણ કર્યું ત્યારથી વિદેશી ખેલાડીઓએ પણ તેની પ્રતિભાને વખાણવાની શરૂઆત કરી દીધી હતી.

આઇપીએલમાં સૌથી યુવાન અડધી સદી

આઇપીએલમાં સૌથી યુવાન અડધી સદી

આઇપીએલની મેચમાં તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 41 બોલમાં 63 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ તે આઇપીએલમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો હતો, ત્યારે તેની ઉમર 18 વર્ષ અને 169 દિવસ હતી.

ચેમ્પિયન્સ લીગમાં સૌથી યુવાન અડધી સદી

ચેમ્પિયન્સ લીગમાં સૌથી યુવાન અડધી સદી

આઇપીએલમાં પોતાની પ્રતિભા દર્શાવ્યા બાદ આ ખેલાડીએ ચેમ્યિયન્સ લીગ ટી20માં પણ પોતાની પ્રતિભાનો પરચો આપ્યો હતો. તેણે મુંબઇ ઇન્ડિયન્સ સામેની ફાઇનલ મેચમાં 33 બોલમાં 60 રન બનાવ્યા હતા.

ક્રિકેટમાં તેના પિતાનું યોગદાન

ક્રિકેટમાં તેના પિતાનું યોગદાન

આ યુવા ક્રિકેટરને તેના પરિવાર તરફથી ખાસું પ્રોત્સાહન મળી રહ્યું છે. તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે કે સંજુના પિતાએ પોતાના પુત્રની કારકિર્દીને સાચી દિશા આપવા માટે દિલ્હીમાં કોન્સ્ટેબલ પદેથી રાજીનામું આપી દીધું હતું. દિલ્હીમાં અન્ડર 13ની ટીમમાં સંજુને સ્થાન નહીં આપવામાં આવતા તેના પરિવારે કેરળ તરફ પ્રયાણ કર્યું હતું.

અન્ડર 13માં પદાર્પણ સદી

અન્ડર 13માં પદાર્પણ સદી

સંજુ સેમસને કેરળ તરફથી રમતા શાનદાર પદાર્પણ કર્યું હતું અને તેણે અન્ડર 13માં પદાર્પણ કરતાની સાથે જ સદી ફટકારી હતી અને એક સુકાની તરીકે તેણે સાઉથ ઝોન અન્ડર 13 ટૂર્નામેન્ટમાં ચાર સદી લગાવી હતી. જે ક્રિકેટમાં તેની સૌથી મોટી સફળતા માનવામાં આવે છે.

15 વર્ષની વયે રણજી ટીમમાં સમાવેશ

15 વર્ષની વયે રણજી ટીમમાં સમાવેશ

સંજુએ અન્ડર 16 વિજય મર્ચન્ટ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને કેરળની રણજી ટીમમાં તેને સ્થાન આપવામાં આવ્યું. તેણે ગોવા સામે 138 બોલમાં અણનમ 200 રન ફટાકાર્યા હતા, જેના કારણે રાજ્ય પસંદગી કમિટિ તેને રણજી ટીમમાં સમાવેશ કરવા માટે મજબૂર બની ગઇ હતી. તેણે ઓલ ઇન્ડિયા લેવલે સૌથી વધુ રન બનાવીને આ ટૂર્નામેન્ટને પૂર્ણ કરી હતી.

પાકિસ્તાન સામે સદી

પાકિસ્તાન સામે સદી

2013માં અન્ડર 19 એશિયા કપ કે જે યુએઇમાં યોજાયો હતો. તેમાં સંજુએ પાકિસ્તાન સામે માત્ર 87 બોલમાં સદી ફટકારી હતી, જે ભારતને ટ્રોફી જીતવા માટે મદદરૂપ સાબિત થઇ હતી. જેમાં તેણે ચાર છગ્ગા અને આઠ ચોગ્ગા ફટકાર્યા હતા અને ભારતના સ્કોરને આઠ વિકેટે 314એ પહોંચાડી દીધો હતો. જેના જવાબમાં પાકિસ્તાન 274/9 જ બનાવી શક્યું હતું.

અન્ડર 19 વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન

અન્ડર 19 વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન

2014માં યોજાયેલા અન્ડર 19 વિશ્વકપની વાત કરવામાં આવે તો તેમાં પણ સંજુએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પાકિસ્તાન સામે અડધી સદી ફટકારી હતી. પાકિસ્તાને 64 રનમાં ભારતની ચાર વિકેટ પાડી દીધી હતી અને ભારત સામે હારનું જોખમ આવી પડ્યું હતું ત્યારે સંજુએ મદદરૂપ ઇનિંગ રમી હતી.

English summary
10 things you didn't know about Sanju Samson
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more