For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોટલા ટેસ્ટઃ બીજા દિવસે ભારત 266/8

|
Google Oneindia Gujarati News

cricket
નવી દિલ્હી, 23 માર્ચઃ કોટલા ખાતે બોલર્સે પોતાનું કામ કર્યા બાદ બેટ્સમેનોએ પણ પોતાની જવાબદારી નિભાવી હોય તેમ ભારતે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગના 262 રનનો પીછો કરતા આઠ વિકેટ ગુમાવીને 266 રન બનાવી લીધા છે અને ભારતે ઓસ્ટ્રેલિયા પર ચાર રનની લીડ મેળવી લીધી છે. ભારત તરફથી પૂજારાએ 52, વિજયે 57 અને જાડેજાએ 43 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી લિયોને પાંચ વિકેટ લીધી હતી અને પેટિન્સન, મેક્સવેલ, સિડલે એક-એક વિકેટ મેળવી છે.

ભારતની ઓપનિંગ જોડી મુરલી વિજય અને ચેતેશ્વર પૂજારાએ ભારતને સારી અને મજબૂત શરૂઆત અપાવી હતી. જો કે, પૂજારા 52 રના વ્યક્તિગત સ્કોર પર લ્યોનની ઓવરમાં બોલ્ડ થઇ ગયો હતો. જ્યારે બીજી વિકેટ વિરાટ કોહલીના રૂપમાં પડી હતી. વિરાટ કોહલી માત્ર એક રન બનાવી લ્યોનની ઓવરમાં એલબી આઉટ થયો હતો. રહાણે સાત, તેંડુલકર 32 રન, ધોની 24 રન, જાડેજા 43 રન, અશ્વિને 12 રન બનાવ્યા હતા.

કોટલા ખાતે રમાઇ રહેલી શ્રેણીની ચોથી ટેસ્ટમાં ભારતીય સ્પિનર્સ સામે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ વામણા પુરવાર સાબિત થયા છે. બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ 262 રનમાં પૂર્ણ થઇ હતી. પહેલી ઇનિંગમાં ભારત તરફથી અશ્વિને 5, જાડેજા-ઇશાંતે 2-2 અને ઓઝાએ 1 વિકેટ લીધી છે. ઓસ્ટ્રેલિયા તરફથી સિડ્ડલે 51 જ્યારે હ્યુઝ અને સ્મિથે અનુક્રમે 45 અને 46 રન ફટકાર્યા હતા.

બીજા દિવસની વાત કરીએ તો રમતની શરૂઆતે જ ઓસ્ટ્રેલિયાને નવમો ઝટકો સિડ્ડલના રૂપમાં પડ્યો હતો. અશ્વિને સિડ્ડલની વિકેટ લીધી હતી. સિડ્ડલ 51 રનના વ્યક્તિગત સ્કોર પર અશ્વિનની ઓવરમાં બોલ્ડ થયો હતો. જ્યારે 10મી વિકેટ પેટિન્સન 30 રનના વ્યક્તિગત સ્કોરે ઓઝાની ઓવરમાં કોહલીના હાથે કેચ આઉટ થયો હતો.

આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ફિરોજશાહ કોટલા મેદાન પર શુક્રવારે ભારતની સાથે શરૂ થયેલી ચોથી ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ઇશાંત શર્માએ શરૂઆતમાં જ કાંગારૂ ટીમની બે વિકેટ ઝડપી લઇ તેમને જોરદાર ઝટકો આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસના અંત સુધી 8 વિકેટના નુકસાન પર 231 રન બનાવી લીધા છે. ડેવિડ વોર્નર શૂન્ય રન પર વિરાટ કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે ફીલીપ હ્યુજ 45 રન પર આઉટ થઇ ગયો હતો.

જોકે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પહેલા દિવસની રમતમાં કોઇ ખાસ પ્રદર્શન કરી શક્યા ન્હોતા. કાંગારુ તરફથી એકપછી એક 7 વિકેટ પડી ગઇ છે. હ્યુજ બાદ કોવેન 38, વોટસન 17, મેથ્યુ વાડે 2, મેક્સવેલ 10, જ્હોનસન માત્ર 3 રન બનાવી પેવેલિયનભેગા થઇ ગયા હતા. દિવસના અંત સુધી ઓસ્ટ્રેલિયાએ પોતાની 8 વિકેટ ગુમાવી દીધી. જોકે ભારતે હળવાશથી લેતા ઓસ્ટ્રેલિયાએ સારો એવો સ્કોર ખડો કરી દીધો હતો.

English summary
4th Test India v Australia at Delhi 2nd day, Australia dismissed for 262.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X