For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અભિનવ બિન્દ્રાની આત્મકથા પર બનશે ફિલ્મ

|
Google Oneindia Gujarati News

abhinav-bindra
નવી દિલ્હી, 23 એપ્રિલઃ ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અભિનવ બિન્દ્રાની આત્મકથા ' અ શોટ એટ હિસ્ટ્રી' પર ફિલ્મ બનાવવામાં આવશે. અમેરિકા સ્થિત એક પ્રોડક્શન હાઉસે તેના અધિકાર ખરીદ્યા છે.

ન્યૂયોર્કમાં પ્રશિક્ષણ મેળવનારા અભિનેતા અમિત બોલાકાનીને આ પુસ્તક રોમાંચક લાગ્યું અને તેમણે પોતાના વ્યવસાયિક ભાગીદાર સાથે આ ફિલ્મ બનાવવાના અધિકાર ખરીદી લીધા.

તેમણે કહ્યું કે, આ પ્રેરણાસ્પદ ભારતીય કહાણી છે, જેના પર જે ફિલ્મ બનાવવામાં આવશે તે વિશ્વભરના દર્શકોને સારી લગાશે. અમે હજુ નક્કી કરી રહ્યાં છીએ કે તેનું નિર્દેશન કોણ કરશે.

અભિનેતા રાહુલ બોસના એક ટ્વિટ બાદ તેમણે આ પુસ્તક પર ફિલ્મ બનાવવાની કવાયદ શરૂ કરી હતી. ખેલ વિશેજ્ઞ રોહિત બૃજનાથે બિન્દ્રા સાથે મળીને આ પુસ્તક લખ્યું છે, જેને 2011માં હાર્પર કોલિન્સ ઇન્ડિયાએ પ્રકાશિત કર્યું હતું.

પુસ્તકમાં બિન્દ્રાના ચંદીગઢથી ઓલમ્પિક ગોલ્ડ મેડલ સુધીની સફરને વર્ણવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, એથેન્સ ઓલમ્પિક 2004ની નિષ્ફળતાએ કેવી રીતે બેઇજિંગમાં મેડલ જીતવાની તેમની ઉત્સુકતાને જૂનૂનમાં બદલી નાંખી હતી.

English summary
Olympic gold medallist Abhinav Bindra's autobiography "A Shot at History" will be adapted into a film with a US-based production house acquiring its movie rights.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X