
ફીફા વર્લ્ડકપ 2014: પેનલ્ટી શૂટઆઉટ થકી આર્જેન્ટીનાનો ફાઇનલમાં પ્રવેશ
સાઓ પાઉલો, 10 જુલાઇ: આર્જેન્ટીનાએ પેનલ્ટી શૂટઆઉટ દ્વારા નેધરલેન્ડને 4-2થી હરાવીને ફીફા વર્લ્ડ કપ 2014ના ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. 13 જુલાઇના રોજ આર્જેન્ટીનાનો જર્મની સાથે ફાઇનલ મુકાબલો થશે. જર્મની પહેલા સેમિફાનલમાં યજમાન બ્રાઝીલ પર 7-1થી શાનદાર જીત નોંધાવીને ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે.
આર્જેન્ટીના અને નેધર્લેન્ડની વચ્ચે વર્લ્ડ કપ ફુટબોલની બીજી સેમિફાઇનલમાં નિર્ધારિત 90 મિનિટની રમતમાં કોઇ પણ ટીમ ગોલ કરી શકી નહીં.
90 મિનિટના નિર્ધારિત સમયની રમત કોઇ પણ પરિણામ વગર પૂર્ણ થયા બાદ એક્સ્ટ્રા ટાઇમમાં ચાલ્યો ગયો. પરંતુ એક્સ્ટ્રા ટાઇમ 30 મિનિટમાં પણ બંને ટીમોના ખેલાડી ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા. ત્યારબાદ મેચ પેનલ્ટી શૂટઆઉટમાં જતુ રહ્યુ અને અત્રે આર્જેન્ટીના નેધર્લેન્ડ પર ભારે પડ્યું. પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટીનાએ નેધર્લેન્ડને 4-2થી હરાવી દીધું. આર્જેન્ટીની જીતમાં પ્રમુખ ભૂમિકા ગોલકીપર રોમેરોની રહી. રોમેરોએ નેધર્લેન્ડના વ્લાર અને સ્નાઇડરના બે શાનદાર ગોલ બચાવ્યા.
આર્જેન્ટીના જ્યાં આ મેચમાં મેસીના જાદુઇ રમત પર વિશ્વાસકરી રહી હતી જ્યારે નેધર્લેન્ડ્સને પણ તેમના સ્ટાર સ્ટ્રાઇકર રોબેન પાસે આશા હતી. જોકે બંને ખેલાડી કોઇ ખાસ કમાલ કરી શક્યા નહીં. બંને ટીમને ગોલ કરવાની તક જરૂર મળી પરંતુ સફળતા મળી નહીં. આર્જેન્ટીના અને જર્મની જ્યારે ફાઇનલમાં રમશે તો તેમની આ સાતમી વર્લ્ડકપ મેચ હશે.
સ્કોર બોર્ડ
નેધર્લેન્ડે સેમિફાઇનલ વિશ્વકપમાં એક્સ્ટ્રા ટાઇમમાં ક્યારેય પણ સ્કોર નથી કર્યો, અને અત્રે પણ આ પરંપરાને જાળવી રાખી. જોકે એક્સ્ટ્રા ટાઇમમાં ગયેલી 6 મેચોમાં 5 ગોલ ચોક્કસ ખાધા છે, પરંતુ આ સત્યને નેધર્લેન્ડ અત્રે રોકવામાં સફળ રહ્યું. આ વર્લ્ડકપમાં અત્રે 7મી મેચ છે જે એક્સ્ટ્રા ટાઇમમાં ગઇ છે. 8 મેચ 1990ના વિશ્વકપમાં એક્સ્ટ્રા ટાઇમમાં ગઇ હતી. અત્યાર સુધી દક્ષિણ અમેરિકામાં થયેલ વર્લ્ડ કપ દક્ષિણ અમેરિકન ટીમોએ જ જીતી છે. હવે 13 જુલાઇના રોજ માલુમ પડશે કે આર્જેન્ટીના આ પરંપરાને કાયમ રાખે છે કે જર્મની આ તેને તોડવામાં સફળ રહે છે.
આર્જેન્ટીના અને નેધર્લેન્ડની સેમિફાઇનલ મેચ જુઓ તસવીરોમાં...

આર્જેન્ટીનાનો ફાઇનલમાં પ્રવેશ
આર્જેન્ટીનાએ પેનલ્ટી શૂટઆઉટ દ્વારા નેધરલેન્ડને 4-2થી હરાવીને ફીફા વર્લ્ડ કપ 2014ના ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. 13 જુલાઇના રોજ આર્જેન્ટીનાનો જર્મની સાથે ફાઇનલ મુકાબલો થશે. જર્મની પહેલા સેમિફાનલમાં યજમાન બ્રાઝીલ પર 7-1થી શાનદાર જીત નોંધાવીને ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે.

આર્જેન્ટીનાનો ફાઇનલમાં પ્રવેશ
આર્જેન્ટીના અને નેધર્લેન્ડની વચ્ચે વર્લ્ડ કપ ફુટબોલની બીજી સેમિફાઇનલમાં નિર્ધારિત 90 મિનિટની રમતમાં કોઇ પણ ટીમ ગોલ કરી શકી નહીં.

એક્સ્ટ્રા ટાઇમ
90 મિનિટના નિર્ધારિત સમયની રમત કોઇ પણ પરિણામ વગર પૂર્ણ થયા બાદ એક્સ્ટ્રા ટાઇમમાં ચાલ્યો ગયો. પરંતુ એક્સ્ટ્રા ટાઇમ 30 મિનિટમાં પણ બંને ટીમોના ખેલાડી ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા.

પેનલ્ટી શૂટઆઉટ
ત્યારબાદ મેચ પેનલ્ટી શૂટઆઉટમાં જતુ રહ્યુ અને અત્રે આર્જેન્ટીના નેધર્લેન્ડ પર ભારે પડ્યું. પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટીનાએ નેધર્લેન્ડને 4-2થી હરાવી દીધું.

આર્જેન્ટીનાનો ફાઇનલમાં પ્રવેશ
આર્જેન્ટીની જીતમાં પ્રમુખ ભૂમિકા ગોલકીપર રોમેરોની રહી. રોમેરોએ નેધર્લેન્ડના વ્લાર અને સ્નાઇડરના બે શાનદાર ગોલ બચાવ્યા.

સ્ટાર ખેલાડી કોઇ ખાસ કમાલ કરી શક્યા નહીં
આર્જેન્ટીના જ્યાં આ મેચમાં મેસીના જાદુઇ રમત પર વિશ્વાસકરી રહી હતી જ્યારે નેધર્લેન્ડ્સને પણ તેમના સ્ટાર સ્ટ્રાઇકર રોબેન પાસે આશા હતી. જોકે બંને ખેલાડી કોઇ ખાસ કમાલ કરી શક્યા નહીં. બંને ટીમને ગોલ કરવાની તક જરૂર મળી પરંતુ સફળતા મળી નહીં. આર્જેન્ટીના અને જર્મની જ્યારે ફાઇનલમાં રમશે તો તેમની આ સાતમી વર્લ્ડકપ મેચ હશે.

સ્કોર બોર્ડ
નેધર્લેન્ડે સેમિફાઇનલ વિશ્વકપમાં એક્સ્ટ્રા ટાઇમમાં ક્યારેય પણ સ્કોર નથી કર્યો, અને અત્રે પણ આ પરંપરાને જાળવી રાખી. જોકે એક્સ્ટ્રા ટાઇમમાં ગયેલી 6 મેચોમાં 5 ગોલ ચોક્કસ ખાધા છે, પરંતુ આ સત્યને નેધર્લેન્ડ અત્રે રોકવામાં સફળ રહ્યું.

સ્કોર બોર્ડ
આ વર્લ્ડકપમાં અત્રે 7મી મેચ છે જે એક્સ્ટ્રા ટાઇમમાં ગઇ છે. 8 મેચ 1990ના વિશ્વકપમાં એક્સ્ટ્રા ટાઇમમાં ગઇ હતી.

સ્કોર બોર્ડ
અત્યાર સુધી દક્ષિણ અમેરિકામાં થયેલ વર્લ્ડ કપ દક્ષિણ અમેરિકન ટીમોએ જ જીતી છે. હવે 13 જુલાઇના રોજ માલુમ પડશે કે આર્જેન્ટીના આ પરંપરાને કાયમ રાખે છે કે જર્મની આ તેને તોડવામાં સફળ રહે છે.

ગોલકીપર રોમેરો
આર્જેન્ટીની જીતમાં પ્રમુખ ભૂમિકા ગોલકીપર રોમેરોની રહી. રોમેરોએ નેધર્લેન્ડના વ્લાર અને સ્નાઇડરના બે શાનદાર ગોલ બચાવ્યા.

આર્જેન્ટીનાએ નેધર્લેન્ડને 4-2થી હરાવી
પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટીનાએ નેધર્લેન્ડને 4-2થી હરાવી દીધું. આર્જેન્ટીની જીતમાં પ્રમુખ ભૂમિકા ગોલકીપર રોમેરોની રહી. રોમેરોએ નેધર્લેન્ડના વ્લાર અને સ્નાઇડરના બે શાનદાર ગોલ બચાવ્યા.