For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેચ ફિક્સિંગઃ બાંગ્લાદેશી ક્રિકેટર અશરફુલ સસ્પેન્ડ

|
Google Oneindia Gujarati News

Ashraful
ઢાકા, 4 જૂનઃ આઇપીએલમાં ફિક્સિંગના દાગ લાગ્યા બાદ બીપીએલ પર પણ મેચ ફિક્સિંગના આરોપો લાગ્યા છે. બીપીએલમાં ફિક્સિંગ મામલે બાંગ્લાદેશના એક ખેલાડી મહમ્મદ અશરફુલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે અશરફુલ બાંગ્લાદેશ ટમનો પૂર્વ સુકાની પણ રહી ચૂક્યો છે. આઇપીએલની જેમ બનેલી બીપીએલ બાંગ્લાદેશમાં રમાય છે.

નોંધનીય છે કે સ્પેશિયલ સેલે પકડેલા નાગપુરના સટ્ટેબાજ સુનીલ ભાટિયાએ એક મોટો ખુલાસો કરતા કહ્યું હતુ કે પાડોશી દેશ બાંગ્લાદેશની બીપીએલના ઘણા મોટા ખેલાડીઓ સાથે તેના નજીકના સંબંધો છે. બાંગ્લાદેશી ક્રિકેટર મશરેફ મુર્તજાએ પણ પોતાની ટીમ ઢાકા ગ્લેડિએટર્સને જણાવ્યું હતું કે ટીમમાં તેના સાથી ક્રિકેટરે તેમની સામે સ્પોટ ફિક્સિંગની ઓફર મુકી હતી. ગ્લેડિએટર્સના મીડિયા મેનેજર મિન્હાજુદ્દીન ખાને તેની પૃષ્ટી કરતા કહ્યું હતું કે આ વાતની જાણકારી તેમણે બીપીએલને આપી છે.

મુર્તજાએ એક ક્રિકેટ વેબસાઇટને કહ્યું કે મે ટીમ મેનેજમેન્ટને આ અંગે જણાવી દીધું છે. મને વિશ્વાસ છે કે તે યોગ્ય કાર્યવાહી કરશે. મુર્તજાએ એમ પણ કહ્યું હતુ કે જો ટૂર્નામેન્ટ દરમિયાન કોઇ અનિયમિતતાની શંકા થઇ તો તે ટીમનું સુકાનીપદ છોડી દેશે.

બીસીબી અધ્યક્ષ નજમુલ હસને પત્રકારોને કહ્યું કે અશરફુલે એસીએસયૂ ટીમની સામેની મેચને ફિક્સ કરવામાં પોતાની ભાગીદારીનો સ્વિકાર કર્યો છે. હસને કહ્યું કે અશરફુલને કોઇપણ સ્તરની ક્રિકેટ રમવાની પરવાનગી આપવમાં નહીં આવે.

હસને કહ્યું કે અશરફુલે એસીએસયૂ ટીમની સામે ફિક્સિંગમાં સામેલ હોવાની વાતનો સ્વિકાર કર્યો છે, તેથી જ્યાં સુધી અમને તપાસની આખી રિપોર્ટ નહીં મળે ત્યાં સુધી તેને કોઇપણ પ્રકારના સ્તરે ક્રિકેટ રમવાની પરવાનગી નહીં આપવામાં આવે.

English summary
Mohammad Ashraful was suspended from all forms of cricket after he confessed his involvement in fixing matches.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X