For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિકેટની યાદોને સંગ્રહિત કરવા 10 કરોડનું મ્યુઝિયમ બનાવશે BCCI

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 30 ઑગસ્ટ : ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલી યાદોને સંગ્રહીત કરવા માટે બીસીસીઆઇ મુંબઇમાં એક મ્યુઝિયમના નિર્માણની યોજના બનાવી રહ્યું છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરનું રહેશે. આ સંબંધમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ સંજય જગદાલે જણાવ્યું કે આ મામલામાં રાજ્યોના ક્રિકેટ બોર્ડોને પત્ર પાઠવવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે અમે વડોદરા, જામનગર અને પટિયાલા જેવા શહેરોની મુલાકાત લીધી, જેનાથી જાણ થઇ કે આ વિસ્તારોમાં ક્રિકેટની અમૂલ્ય સંપદા છે, જેનું એક સ્થાન જેનું એક સ્થાન પર સંગ્રહ કરવાની જરૂરિયાત છે.

અત્રે નોંધનીય છે કે આ મ્યુઝિયમમાં મહાન ક્રિકેટર સી કે નાયડૂ અને સૈય્યદ મુશ્તાક અલી જેવા ક્રિકેટરોની યાદોને પણ સંગ્રહીત કરવામાં આવશે. આ દિવસે ક્રિકેટરોના પરિજનોએ તેમની સાથે જોડાયેલી ચીજ વસ્તુઓનું દાન કરવા પર સહમતિ દર્શાવી છે.

કહેવાય છે કે આ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં લૉર્ડ્સ ક્રિકેટ મ્યુઝિયમના ક્યૂરેટર એડમ ચૈડવિકની પણ મદદ લેવામાં આવશે. મ્યુઝિયમના નિર્માણ ખર્ચમાં લગભગ 10 કરોડ આવી શકે છે.

બીસીસીઆઇ દુનિયામાં સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ છે અને બોર્ડ આ સંગ્રહાલયને બનાવીને ભારતના સમૃદ્ધ ક્રિકેટ ઇતિહાસને વધુ વિસ્તારવા માગે છે, અને આ મ્યુઝિયમને વિશ્વ ફલક પર મુકવા માગે છે.

English summary
BCCI will make cricket museum in Mumbai by 10 cr.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X