ભારત વિરુદ્ધ આવી હશે વેસ્ટ ઇન્ડિઝની સિક્રેટ તૈયારી
ઇંગ્લેન્ડને વનડે શ્રેણીમાં હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા ઉત્સાહથી ભરેલી છે. ભારત માટે સારા સમાચાર એ છેકે વિરાટ કોહલી અને શિખર ધવને પોતાનું ફોર્મ પરત મેળવી લીધું છે અને હોમ ગ્રાઉન્ડમાં વેસ્ટ ઇન્ડિઝ સામે શ્રેણી રમવાની હોવાથી ટીમનો ઉત્સાહ અનેકગણો વધી ગયો હશે. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામેની શ્રેણી કે જે ઓક્ટોબર મહિનાથી શરૂ થવાની છે, તેને વિશ્વકપની તૈયારીના ભાગરૂપે જોઇ રહ્યું છે. જો આ શ્રેણીમાં પણ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યાં તો તેમને વિશ્વકપની ભારતીય ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળતા મળશે અથવા તો નવા ખેલાડીઓને તક પણ મળી શકે છે. જોકે બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝ ભારત સામે ખાસ રણનીતિ બનાવી રહ્યું છે.
વેસ્ટ ઇન્ડિઝના વેધક શાનદાર બોલર રવિ રામપૉલ અનુસાર બારબડોસ ટ્રાઇડેંટ્સ માટે ચેમ્પિયન્સ લીગ ટી20માં રમવાથી એક નહીં પરંતુ બે લક્ષ્યન નિશાન પર હશે. એક તો તે ટૂર્નામેન્ટમાં પોતાના આ ક્લબ માટે રમશે અને બીજુ ભારત વિરુદ્ધ ભારતમાં જ રમાનારા વનડે શ્રેણી પહેલા અહીંની સ્થિતિનો તે અભ્યાસ કરી શકશે. નોંધનીય છેકે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે શ્રેણી રમાવાની છે, તેથી જે ખેલાડીઓ વેસ્ટ ઇન્ડિઝની વનડે ટીમમાં હશે અને તેઓ ચેમ્પિયન્સ લીગમાં પણ રમી રહ્યા હશે, તેમના માટે આ લીગ મેચો ભારત સામે રમવા માટે ઘણી જ ફાયદાકારક અને મદદરૂપ થશે.
આ પણ વાંચોઃ- ગુમનામ થઇ ગયા ટીમ ઇન્ડિયાના આ 14 ક્રિકેટર્સ
આ પણ વાંચોઃ- આ સુંદરીઓ લગાવે છે ભારતીય સ્પોર્ટ્સમાં ગ્લેમરસનો તડકો

મને સારા અભ્યાસની તક મળી
રામપૉલે કહ્યું કે મારા માટે સારું છેકે મને સારા અભ્યાસની તક મળી છે. આશા છેકે ચેમ્પિયન્સ લીગમાં હું સારું પ્રદર્શન કરી શકીશ કારણ કે આવનારી વનડે શ્રેણી માટે એ મારા આત્મવિશ્વાસને વધારવાનું કામ કરશે.

બારબાડોસ ટીમના વિજયમાં મહત્વનું યોગદાન
તાજેતારમાં જ કેરેબિયન પ્રીમિયર લીગ દરમિયાન રામપૉલે પોતાની બારબાડોસની ટીમને ટાઇટલ જીતવામાં મહત્વનું યોગદાન આપ્યું અને તેનું નામવું છેકે તે અત્યારે પોતાની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ પળમાંથી પસાર થઇ રહ્યો છે.

આ છે ચેમ્પિયન્સ લીગનો સૌથી ઘાતક બેટ્સમેન
રામપૉલના મતે આ ટૂર્નામેન્ટમાં સૌથી ઘાતક બેટ્સમેન કિંગ્સ ઇલેવન પંજાબનો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ગ્લેન મેક્સવેલ છે. મેક્સવેલ સામે બોલિંગ કરવી સૌથી વઘારે કઠીણ છે.

ચેમ્પિયન્સ લીગથી અને વેસ્ટ ઇન્ડિઝ ખેલાડી તૈયારીઓ કરશે
નોંધનીય છેકે ચેમ્પિયન્સ લીગ ટી20માં એવા અનેક વેસ્ટ ઇન્ડિઝ બેટ્સમેન હશે જે અલગ-અલગ ટીમ તરફથી ભારત આવ્યા છે. તેવામાં આ ત્રણ અઠવાડિયાની અંદર ભારતમાં જ વનડે શ્રેણીનું આયોજન થવાનું છે તો આ ખેલાડીઓ ચેમ્પિયન્સ લીગ થકી સારી તૈયારી કરવાની તકનો લાભ ઉઠાવી શકે છે, જેનો ફાયદો તેમને ભારત સામેની વનડે શ્રેણીમા મળશે.












Click it and Unblock the Notifications
