For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલવિદા ગ્લાસગો, પાંચમાં સ્થાને રહ્યું ભારત

|
Google Oneindia Gujarati News

ગ્લાસગો, 4 ઓગસ્ટ: ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સનું સમાપન થઇ ગયું. રંગારંગ કાર્યક્રમની સાથે 20માં કોમનવેલ્થ ગેમ્સનું સમાપન થઇ ગયું. 23 જુલાઇથી શરૂ થયેલ આ આયોજનમાં ભારત 64 મેડલોની સાથે પાંચમાં સ્થાન પર રહ્યું. ભારતની જોળીમાં 15 ગોલ્ડ, 30 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ આવ્યા. ત્યારબાદ 2018માં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં 21માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે.

ગ્લાસગોમાં 23 જુલાઇથી શરૂ થયેલ 20માં રાષ્ટ્રમંડળ રમત ચાર વર્ષ બાદ ગોલ્ડ કોસ્ટમાં મળવાના વચનની સાથે રવિવારે અત્રે સમાપ્ત થઇ ગયું. જેમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાની બાદશાહત સમાપ્ત કરીને સર્વાધિક પદક જીતીને પહેલુ સ્થાન પ્રાપ્ત કર્યું.

યજમાન સ્કોટલેન્ડના મંત્રી અલેક્સ સાલમંડનું માનવું છે કે ગ્લાસગોની રમત દરેક પ્રકારે સફળ રહે. તેમણે જણાવ્યું કે હું આ રમતથી ખૂબ જ આશાવાદી હતો. મને શરૂઆતથી જ વિશ્વાસ હતો કે અમે શાનદાર રમતોનું આયોજન કરી શકીએ છીએ. અમે આના માટે સાત વર્ષથી કામ કરી રહ્યા હતા. હવે અમે સંપૂર્ણ ગર્વની સાથે બૈટન ગોલ્ડ કોસ્ટને સોંપી શકીએ છીએ.

closing ceremony
ઇંગ્લેન્ડે 58 સુવર્ણ, 59 રજત અને 57 કાંસ્ય પદક સહિત કુલ 174 પદક જીત્યાં. આ જ રીતે તે 1986 બાદ પહેલીવાર શ્રેષ્ઠ સ્થાન પર પહોંચ્યું છે. ઓસ્ટ્રેલિયાને બીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો. તેણે 49 સુવર્ણ, 42 રજત અને 46 કાંસ્ય પદક સહિત કુળ 137 પદક જીત્યા. કેનેડા 31 સુવર્ણ સહિત 82 મેડલ લઇને ત્રીજા, યજમાન ક્સોટલેન્ડ 19 સુવર્ણ સહિત 53 પદક લઇને ચોથા સ્થાન પર રહ્યું.

ભારતે 64 મેડલ જીત્યા જેમાં 15 ગોલ્ડ સામેલ છે. આ રમતના છેલ્લા દિવસે 11 ગોલ્ડ મેડલોનો ફેસલો થયો. વરસાદથી પ્રભાવિત આ દિવસમાં ઓસ્ટ્રેલિયાએ પુરુષ હૉકી અને નેટબોલમાં ગોલ્ડ મેડલ મેળવ્યું. ઓસ્ટ્રેલિયાએ પુરુષ હૉકીના ફાઇનલમાં ભારતને 4-0થી હરાવીને ગોલ્ડ પોતાના ખાતામાં કર્યું. નેટબોલમાં તેની ટીમ ન્યૂઝીલેન્ડથી 58-40થી બદલો ચૂકતે કરવામાં સફળ રહી. જેણે ચાર વર્ષ પહેલા દિલ્હીમાં તેને હરાવ્યું હતું. આવતા રાષ્ટ્રમંડળ રમત હવે 2018માં ઓસ્ટ્રેલિયાના દક્ષિણ પૂર્વ ક્વીન્સલેન્ડના તટીય શહેર ગોલ્ડ કોસ્ટમાં થશે.

English summary
commonwealth Games 2014 closing ceremony: India at fifth in medal list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X