For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Interview: વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ શું કહ્યું ધોનીએ

|
Google Oneindia Gujarati News

26 માર્ચના રોજ સિડનીના મેદાનમાં ઓસ્ટ્રેલિયાની સામે ભારતીય ટીમ પોતાની વર્લ્ડકપની આઠમી અને છેલ્લી સેમીફાઇનલ મુકાબલામાં પરાસ્ત થઇ ગયા. જેની સાથે ટીમ ઇન્ડિયાની વિશ્વકપ યાત્રા સમાપ્ત થઇ ગઇ. જે ટીમ છેલ્લી સાત મેચોમાં ભવ્ય વિજય બની તેને એક હારે હીરોમાંથી જીરો બનાવી દીધી. દેશભરના લોકોએ હારનું ઠીકરુ શિખર ધવન, વિરાટ કોહલી, રોહીત શર્મા, સુરેશ રૈના અને અજિંક્ય રહાણે પર ફોડવામાં આવ્યું.

જોકે ધોનીએ બાજી સંભાળવાનો અથાગ પ્રયત્ન કર્યો પરંતુ કપ્તાનને ક્રિઝ પર સાથ આપવા માટે જાડેજા પણ ટકી શક્યો નહીં, અને હતાશ ધોની બોલરો સાથે સુમેળ સાધી ન શક્યા અને રન આઉટ થઇ ગયા. ઓસ્ટ્રેલિયા સામે 95 રનોથી પરાસ્ત થયાની સાથે જ ટીમ ઇન્ડિયા વિશ્વકપમાંથી બહાર થઇ ગયું.

મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ પત્યા બાદ મીડિયા સાથે હળવાશથી વાત કરી હતી. અને જણાવ્યું હતું કે તેમના માટે 329 રનોનું લક્ષ્યાંક ઘણું મોટું હતું, પરંતુ એક પછી એક ભૂલોના કારણે અમારી રમત બગડી ગઇ. આવો જોઇએ મહેન્દ્ર સિંહ ધોનીએ મીડિયાના કયા સવાલોના કેવા જવાબ આપ્યા.

ધોનીએ મીડિયાના સવાલોના શું જવાબ આપ્યો વાંચો...

વિરાટ પાસે ઘણી આશા હતી, તેની નિષ્ફળતાનું કારણ?

વિરાટ પાસે ઘણી આશા હતી, તેની નિષ્ફળતાનું કારણ?

આને મુદ્દો બનાવવાની જરૂર નથી. દરેક ખેલાડીઓ ફીટ જ છે, પરંતુ જોખમ લેવું પડે છે. જેમાં ક્યારેક સફળતા મળે છે તો ક્યારેક નિષ્ફળતા.

શું 329નું લક્ષ્ય વધારે હતું?

શું 329નું લક્ષ્ય વધારે હતું?

સામાન્ય રીતે 300 રનોનો લક્ષ્યાંક મળે તો એ મુશ્કેલ જ હોય છે. એમાં પણ અમે એક પછી એક ભૂલ કરતા ગયા, જેના કારણે અમારી બાજી બગડી ગઇ.

શું આના માટે આપની કોઇ યોજના હતી ખરી?

શું આના માટે આપની કોઇ યોજના હતી ખરી?

બીજા દેશોની સરખામણીએ અમારો લો ઓર્ડર એટલો મજબૂત નથી, આથી અમારે 30 ઓવર સુધી વિકેટ બચાવવાની હતી. શરૂઆતની રમત સારી રહી પરંતુ ભૂલો ના કારણે રમત ફેરવાઇ ગઇ.

શું સંન્યાસ લેવાનું વિચારી રહ્યા છો?

શું સંન્યાસ લેવાનું વિચારી રહ્યા છો?

ધોનીએ હસતા હસતા જણાવ્યું કે હું હજી 33 વર્ષનો જ છું ઘરડો નથી થઇ ગયો. મીડિયાએ એક અહેવાલ તૈયાર કરવો જોઇએ કે મારી બોડી કેટલું પ્રેસર લઇ શકે છે, જે રિપોર્ટ આવશે એનાથી વિપરિત થશે. હજી ટ્વેંટી-20 વર્લ્ડકપ પણ રમીશ, બાદમાં નક્કી કરીશ કે 2019નો વર્લ્ડકપ રમવો કે નહીં.

ડ્રેસિંગ રૂમમાં તમે ખેલાડીઓને શું કહ્યું?

ડ્રેસિંગ રૂમમાં તમે ખેલાડીઓને શું કહ્યું?

જુઓ હું ડ્રેસિંગ રૂમની વાતો બહાર નથી કરતો. મારે જે કંઇ પણ તેમને કહેવાનું હતું મેં તે કહી દીધું.

આપ દબાણમાં પણ આવા કૂલ કેવી રીતે રહી શકો છો?

આપ દબાણમાં પણ આવા કૂલ કેવી રીતે રહી શકો છો?

આ મારો સ્વભાવ છે. પણ કેમેરા ચાલું થવાની સાથે જ થોડું સખત વલણ અપનાવવું પડે છે.

આ વિશ્વકપમાંથી આપ શું શીખ્યા?

આ વિશ્વકપમાંથી આપ શું શીખ્યા?

ઘણુ બધુ શીખ્યા. અમે આ વિશ્વકપમાં સારી એવી બેટિંગ કરી, બોલિંગમાં પણ ઉત્તમ પ્રદર્શન કર્યું. શોર્ટ બોલ પર આઉટ થયા પરંતુ હવે તે અમારી નબળાઇ નથી રહી, આ બધું અમને આગામી શ્રેણીમાં કામમાં આવશે.

માઇકલ ક્લાર્કે ધોની વિશે શું કહ્યું?

માઇકલ ક્લાર્કે ધોની વિશે શું કહ્યું?

ઓસ્ટ્રેલિયા ટીમના કપ્તાન માઇકલ ક્લાર્કે જણાવ્યું કે 'ધોનીમાં હજી ઘણી ક્રિકેટ બાકી છે. આશા છે કે તે આગામી વર્લ્ડકપ જરૂર રમશે અને શાનદાર પ્રદર્શન કરશે.'

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
After lost semifinal match read what did say MS Dhoni in press conference.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X