મોહમ્મ્દ શમીએ પત્નીના ફોટાની ટીપ્પણીઓ પર આપ્યો વળતો જવાબ

Subscribe to Oneindia News

આજે ટીમ ઇંડિયાના સ્ટાર બોલરોમાંના એક મોહમ્મ્દ શમી પોતાના પર્સનલ કારણોને લીધે સોશિયલા મીડિયામાં છવાયેલા છે. જો કે કારણ બહુ બકવાસ છે.

shami

ફેસબુક અને ટ્વીટર પર 23 ડિસેમ્બરે શેર કર્યો હતો ફોટો

વાસ્તવમાં 26 વર્ષના મોહમ્મદ શમીએ પોતાના પરિવારના કેટલાક ફોટા ફેસબુક અને ટ્વીટર પર 23 ડિસેમ્બરે શેર કર્યા હતા. ત્યારબાદ કેટલાક લોકોએ શમીની પત્ની હસીન જહાના ડ્રેસ પર અભદ્ર ટીપ્પણીઓ કરી હતી. જેના કારણે શમી સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા હતા.

કેટલાક ક્ટ્ટરપંથીઓને શમીની પત્નીનો પરિધાન ન ગમ્યો

કેટલાક કટ્ટરપંથીઓએ જબરદસ્તીથી હસીન જહાંના ડ્રેસને ધર્મ સાથે જોડીને સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા શરુ કરી દીધી હતી. જો કે શમીએ આનો એવો જવાબ આપ્યો છે કે હવે મિસીઝ શમીની ટીકા કરનારોને હવે ઓછામાં ઓછુ 100 વાર વિચારવુ પડશે. શમીએ આજે ટ્વીટ કરીને સવાલ પૂછનારાઓને કહ્યુ કે, 'જીવનમાં દરેકને આ મુકામ નથી મળતુ. અમુક નસીબદારને જ આવુ નસીબ મળે છે. બળતા રહો.'

shami

મોહમ્મદ કૈફે કરી ટીકા

શમીની પહેલા પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે પણ કોમેંટ કરનારાઓને આડે હાથ લીધા અને ટ્વીટ પર લખ્યુ કે આવી કોમેંટ ખરેખર શરમજનક છે. શમીને પૂરી રીતે સપોર્ટ કરો.

મહિલા આયોગ

રાષ્ટ્રીય મહિલા આયોગની પૂર્વ સભ્યએ પણ ડ્રેસ પર કોમેંટ કરનારાઓને આડે હાથ લીધા હતા. મહિલા સભ્યએ કહ્યુ હતુ કે હવે પુરુષો કહેશે કે કઇ મહિલા શું અને કેવી રીતે પહેરશે. શરમજનક છે આ બધુ.

shami

કેમ ભડક્યા લોકો?

શમીની પત્નીએ ફોટામાં સ્લીવલેસ ડ્રેસ પહેર્યો છે, જેના પર લોકોએ હોબાળો કરી દીધો. કેટલાક કટ્ટરપંથી વિચારધારાવાળા લોકોએ સોશિયલ મીડિયા પર તેમને અલગ અલગ પ્રકારની સલાહ આપી દીધી.

શમીએ કર્યુ ટ્વીટ

શમીએ સોમવારે સવારે બે ટ્વીટ કર્યા. આ બંને મારી જિંદગી અને મારી લાઇફ પાર્ટનર છે. હું બહુ સારી રીતે જાણુ છુ કે શું કરવાનું છે અને શું નહિ. દરેકે પોતાની અંદર ઝાંકવુ જોઇએ કે આપણે કેટલા સારા છીએ.

English summary
India's strike bowler Mohammed Shami came under sharp criticism of Muslim fanatics for posting his wife Hasin Jahan's pictures on social media.
Please Wait while comments are loading...