શમીએ ટ્વીટર પર ફરીથી મૂક્યો પત્ની સાથેનો રોમેંટીક ફોટો, કટ્ટરપંથીઓને જડબાતોડ જવાબ

Subscribe to Oneindia News

ફરીથી એક વાર ટીમ ઇંડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમીએ ટ્વીટર એકાઉંટ પર પોતાની પત્ની હસીન જહા સાથેનો એક રોમેંટીક ફોટો શેર કર્યો છે. પોતાના આ સુંદર ફોટા સાથે તેણે લોકોને ન્યૂ યરના અભિનંદન પાઠવ્યા છે. શમીએ શાયરાના અંદાઝમાં ટ્વીટર પર લખ્યુ છે... 'ના સાથી હે ના હમારા હે કોઇ ના કિસી કે હમ. પર આપકો દેખકર કહ સકતે હે એક પ્યારા સા હમસફર હે કોઇ. હેપી ન્યૂ યર.' આ ફોટાને સેંકડો લોકોએ લાઇક અને રીટ્વીટ કર્યો.

shami

શમી અને હસીન જહા લાગી રહ્યા છે ખૂબ સુંદર

આ ફોટામાં શમી અને હસીન જહા ખરેખર ખૂબ સુંદર લાગી રહ્યા છે. શમી તો જેકેટમાં ખૂબ સ્માર્ટ લાગી રહ્યો છે. તેની પત્ની ઓરેંજ કલરની સાડીમાં નજરે પડી રહી છે.

સોશિયલ મીડિયા પર કટ્ટરપંથીઓના નિશાન પર શમી

તમને જણાવી દઇએ કે હાલમાં જ શમીને સોશિયલ મીડિયા પર કટ્ટરપંથીઓએ નિશાન બનાવતા પોતાની પત્નીના ડ્રેસ પર ધ્યાન આપવા કહ્યુ હતુ. શમીએ પોતાની દીકરી અને પત્ની સાથે એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેના પર કેટલાક કથિત કટ્ટરપંથીઓનું કહેવુ હતુ કે શમીની પત્નીએ સ્લીવલેસ ડ્રેસ ના પહેરવો જોઇએ કારણકે તે ઇસ્લામની વિરુદ્ધ છે. ત્યારબાદ આ મુદ્દે ખૂબ હોબાળો થયો હતો.

શમીના પિતાને લીધો હતો પુત્રવધુનો પક્ષ

આ હોબાળાનો જડબાતોડ જવાબ શમીએ પોતાના ટ્વીટર પર આપ્યો હતો. જ્યારે શમીના પિતાએ મીડિયામાં આવીને કહ્યુ હતુ કે અમને ઇસ્લામ ના શીખવાડો કારણકે અ મને ખબર છે કે અમારો ધર્મ શું કહે છે અને શું કરવાની પરવાનગી આપે છે.

English summary
Mohammed Shami, in a befitting reply to his detractors, on Sunday tweeted another romantic picture of him and wife Hasin Jahan
Please Wait while comments are loading...