રણજી ટ્રોફી ફાઇનલનો 3જો દિવસઃગુજરાતને માત આપી મુંબઇ લીડમાં
મેચ શરૂ થયાના 2 દિવસથી ગુજરાત ટીમ લીડમાં હતી. ફાઇનલ મેચના ત્રીજા દિવસે મુંબઇએ લીડ હાંસલ કરતા રસાકસીભર્યો માહોલ જામ્યો છે.
83મી રણજી ટ્રોફીની મુંબઇ વિ. ગુજરાતની ફાઇનલ મેચનો આજે ત્રીજો દિવસ છે. ગુજરાતમાં આ મેચને લઇને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રણજી ટ્રોફી ફાઇનલમાં લાંબા સમય બાદ ગુજરાતે વાપસી કરી છે, છેલ્લે 1950-51માં ગુજરાતે રણજી ટ્રોફી ફાઇનલમાં પહોંચ્યું હતું.

મેચ શરૂ થયાના 2 દિવસથી ગુજરાત ટીમ લીડમાં હતી. ફાઇનલ મેચના ત્રીજા દિવસે મુંબઇએ લીડ હાંસલ કરતા રસાકસીભર્યો માહોલ જામ્યો છે. ગુરુવારે બપોરે 2 વાગે મુંબઇ 106 થી લીડમાં છે.
અહીં વાંચો - ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની નજરે ધોનીની કેપ્ટનશીપ શું છે?
રણજી ટ્રોફીની ફાઇનલ મેચના બીજા દિવસે ગુજરાતે 6 વિકેટ સાથે 291 રન બનાવી લીડ જાળવી રાખી હતી. કેપ્ટન પાર્થિવ પટેલે 90 રન બનાવ્યા હતા. મનપ્રીત જુનેજાએ 77, ભાર્ગવ મોરાઇએ 45 રન બનાવ્યા હતા.












Click it and Unblock the Notifications
