For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓવલમાં ભારતનું કંગાળ પ્રદર્શન યથાવતઃ જાણો રસપ્રદ વાતો

|
Google Oneindia Gujarati News

લંડન, 16 ઑગસ્ટઃ ધ ઓવલ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે, મેચના પહેલા દિવસે ભારતનું કંગાળ અને નાલેશીભર્યું પ્રદર્શન જારી રહ્યું હતું. ભારત તરફથી મહેન્દ્ર સિંહ ધોનીને બાદ કરતા એકપણ બેટ્સમેન પોતાની પ્રતિભાનુસાર બેટિંગ કરી શક્યું નહોતું, જેના કારણે ભારત માત્ર 148 રનમા પેવેલિયન ભેગું થઇ ગયું હતું. જ્યારે પહેલા દિવસની રમત પૂર્ણ થઇ ત્યાં સુધીમાં ઇંગ્લેન્ડે એકપણ વિકેટ ગુમાવ્યા વગર 62 રન બનાવી લીધા છે.

ભારતની પ્રથમ ઇનિંગ અંગે વાત કરીએ તો ઇંગ્લન્ડે પહેલા ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારત તરફથી મહેન્દ્ર સિંહ ધોનીએ 82, મુરલી વિજય 18 અને આર અશ્વિને 13 રને સૌથી વધારે રન બનાવ્યા હતા. જ્યારે ગૌતમ ગંભીર 0, ચેતેશ્વર પૂજારા 4, વિરાટ કોહલી 6, અજિંક્ય રહાણે 0, સ્ટુઅર્ટ બિન્ની 2, ભુવનેશ્વર કુમાર 5, વરુણ એરોને 1 અને ઇશાંત શર્માએ 7 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની બોલિંગ આ મેચની પહેલી ઇનિંગમાં પણ સારી રહી હતી. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને ત્રણ, ક્રિસ વોએક્સે ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડે બે-બે વિકેટ લીધી હતી. આ મેચ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ-
ઇંગ્લેન્ડથી આવ્યા બાદ વેસ્ટ ઇન્ડિઝ સાથે ટરકાશે ભારત
આ પણ વાંચોઃ- સ્વાતંત્ર્ય દિવસે ઇંગ્લેન્ડમાં ભાવુક થયો ધોની

પાંચમીવાર કોહલીનો શિકાર

પાંચમીવાર કોહલીનો શિકાર

11 ટેસ્ટ ઇનિંગમાં એન્ડરસને વિરાટ કોહલીને પાંચમીવાર શિકાર કર્યો છે. કોહલીએ આ શ્રેણીમાં ચારવાર 7 રન બનાવ્યા છે.

40 કરતા ઓછા સ્કોરે પાંચ વિકેટ છઠ્ઠીવાર

40 કરતા ઓછા સ્કોરે પાંચ વિકેટ છઠ્ઠીવાર

ભારતે ઇંગ્લેન્ડમાં 40 કરતા ઓછા સ્કોર પર પાંચ વિકેટ છઠ્ઠીવાર ગુમાવી છે.

ટેસ્ટ કારકિર્દીમાં પહેલીવાર ઝીરો રન

ટેસ્ટ કારકિર્દીમાં પહેલીવાર ઝીરો રન

અજિંક્ય રહાણે પોતાની ટેસ્ટ કારકિર્દી(18 ઇનિંગ)માં પહેલી વાર શૂન્ય રન પર આઉટ થયો હતો.

સદી વગર સૌથી વધુ અડધી સદી ઇંગ્લેન્ડમાં

સદી વગર સૌથી વધુ અડધી સદી ઇંગ્લેન્ડમાં

ઇંગ્લેન્ડમાં એકપણ સદી ફટકાર્યા વગર અડધી સદી ફટકારવાનો રેકોર્ડ હવે ધોનીના નામે છે, ધોનીએ 12 મેચમાં 778 રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વાધિક સ્કોર 92 રન છે, તેણે ઇંગ્લેન્ડમાં 8 અડધી સદી ફટકારી છે. આ પહેલા આ રેકોર્ડ એમએ નોબલ(ઓસ્ટ્રેલિયા)ના નામે હતો.

10મી વિકેટની ભારતની સર્વાધિક ભાગીદારી

10મી વિકેટની ભારતની સર્વાધિક ભાગીદારી

100 કરતા ઓછા રનમાં 9 વિકેટ ગુમાવ્યા બાદ ભારતની 10મી વિકેટ માટે 58 રનની સર્વાધિક ભાગીદારી આ મેચમાં નોંધાઇ છે.

બીજી સૌથી ખરાબ શ્રેણી એવરેજ

બીજી સૌથી ખરાબ શ્રેણી એવરેજ

ભારતના ટોપ 7 બેટ્સમેનોની આ શ્રેણીની એવરેજ અંગે વાત કરવામાં આવે તો વિરાટ કોહલીની એવરેજ સૌથી ખરાબ રહી છે, તેમે 12.7ની એવરેજથી રન બનાવ્યા છે, જે બીજી સૌથી ખરાબ શ્રેણી એવરેજ છે.

English summary
Skipper MS Dhoni led the fightback with a gritty 82 before India were bowled out for 148 by England shortly after tea on the first day of the fifth and the final Test at The Oval here Friday. At stumps, England were 62/0 in 19 overs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X