• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્વાતંત્ર્ય દિવસે ઇંગ્લેન્ડમાં ભાવુક થયો ધોની

|

ભારતીય ક્રિકેટ ઇંગ્લેન્ડમાં પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમી રહી છે, જેમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે અને ચારેકોર ધોનીના નેતૃત્વની ટીકા થઇ રહી છે, જોકે પાંચમી ટેસ્ટમાં ભારત સારું પ્રદર્શન કરશે તેવી ધોનીને આશા છે. ધોનીએ એક ક્રિકેટ વેબસાઇટમાં લેખ લખ્યો છે, જેમાં તેઓ ભાવુક થઇ ગયા હતા. આ લેખમાં ધોનીએ સ્વતંત્રતા સંગ્રામના શહીદોને યાદ કર્યા છે. તેમણે કહ્યું કે આપણે ગમે તેટલા પૈસા કમાઇએ પરંતુ આપણા માટે દેશથી વધારે કંઇ જ નથી. ધોનીએ દેશની વિવિધતામાં એકતાનો ઉલ્લેખ કરતા લખ્યું છેકે સેના અને ક્રિકેટ ટીમ અનેક રીતે એક જેવી છે.

આ વખતે સ્વતંત્રતા દિવસના અવસરે અમે ઇંગ્લેન્ડમાં છીએ. અમે અહીંથી દેશવાસીઓ માટે શુભકામના મોકલી રહ્યાં છીએ. સ્કૂલના સમયથી જ આપણે તેનું મહત્વ જાણવા અને સમજવાનો પ્રયાસ કરતા રહીએ છીએ. તેના કારણે જ આપણને સંવેધાનિક અધિકાર મળ્યા. આ આપણી આઝાદીનો દિવસ છે. અમે આ તકે અમારી ખુશીઓને દેશના લોકો સાથે વહેચવા માગીએ છીએ.

આ પણ વાંચોઃ- પાંચમી ટેસ્ટ પહેલા અભ્યાસ મેચઃ ધોનીને શોધતી રહી નજર

આ પણ વાંચોઃ- ભારત વિ. ઇંગ્લેન્ડ પાંચમી ટેસ્ટ અંગે જાણવા જેવી વાતો

આ પણ વાંચોઃ- ... તો ઓવલમાં પણ ટીમ ઇન્ડિયાની હાર નિશ્ચિત છે ?

શહીદોને યાદ

શહીદોને યાદ

આ દિવસ આપણને એ શહીદોની યાદ પણ અપાવે છે, જેમણે દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે. તેની શરૂઆત 1857ની ભારતીય ક્રાંતિથી થઇ અને ત્યારબાદ આઝાદી માટે લાંબો સંઘર્ષ ચાલ્યો. જલિયાંવાલા બાગમાં પણ સેંકડો લોકોએ જીવ ગુમાવ્યો, પરંતુ ત્યારબાદ દેશમાં ગજબની એકતા આવી. ગાંધીજીએ સત્યાગ્રહ આંદોલનથી તેને શક્તિ મળી. મહાત્માજીએ જ્યારે સાબરમતીથી યાત્રા શરૂ કરી તો માત્ર પાંચ લોકો જ તેમની સાથે હતા, પરંતુ જ્યારે દાંડી પહોંચ્યા તો આખું રાષ્ટ્ર તેમની પાછળ આવી ચૂક્યું હતું.

વંદે માતરમ

વંદે માતરમ

મને દેશ પ્રેમના અનેક ગીત ઘણા જ ગમે છે. તેમાં આનંદમઠના વંદે માતરમ શ્રેષ્ઠ ગીત છે. લતા મંગેશકરનું ગાયેલુ ‘એ મેરે વતન કે લોગો' આપણા દેશ અને દેશના શહીદોને સમર્પિત છે. તેને સાંભળીને આપણા વડાપ્રધાન જવાહર લાલ નેહરુની આંખોમાં આસું આવી ગયા હતા. મને 'મેરે દેશ કી ધરતી સોના ઉગલે'થી પણ પ્રેરણા મળે છે. 'યે દેશ હે વીર જવાનો કા' પણ એક ઘણું જ સુંદર ગીત છે. જેમાં અનેક ગંભીર અર્થો છૂપાયેલા છે.

શહીદોથી પ્રેરણા

શહીદોથી પ્રેરણા

મહાત્મા ગાંધીજી ઉપરાંત ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાજગુરુથી પણ આપણને પ્રેરણા મળે છે, જેમાં દેશ માટે તેમણે પારણ ન્યોછાવર કર્યા. તેની શરૂઆત લાલા લાજપત રાયના આંદોલનથી થઇ, જે દરમિયાન તેમને પોતાના માથા પર અંગ્રેજોની લાકડીઓ સહન કરવી પડી. તેના કારણે તેમનું મૃત્યુ થયું જેનાથી ભગત સિંહ અને તેમના સાથીઓને બદલો લેવાની પ્રેરણા મળી. ભગત સિંહે જેલમાં 116 દિવસ સુધી ઉપવાસ કર્યો અને તમામ પ્રયાસો છતાં જેલ અધિકારી તેમને પથથી હટાવી શક્યા નહોતા. આ શહીદોથી આપણને ઘણી પ્રેરણા મળે છે.

સેના અને ક્રિકેટ ટીમ

સેના અને ક્રિકેટ ટીમ

ભારતીય સેના અને ક્રિકેટ ટીમનું ઉદાહરણ પણ પેશ કરવા માગીશ, જેમની અનેકતામાં એકતા સમાહિત છે. અમે અનેક ભાષાઓ બોલે છે, પરંતુ મેચ દરમિયાન અમે એક ટીમ તરીકે જ જીત હાંસલ કરે છે. સેના પણ આવું જ કરે છે. સેના અને ભારતીય ટીમમાં જાતિ અને ધર્મ મળીને એક થઇ જાય છે.

દેશ માટે કંઇ પણ કરી છૂટવું

દેશ માટે કંઇ પણ કરી છૂટવું

આપણા માટે દેશનું પ્રતિનિધિત્વ કરવાથી વધારે કોઇ વાત નથી. કોઇ ગમે તેટલા પૈસા કમાઇ લે પરંતુ તેની તુલના દેશ માટે કંઇ કરી છૂટવાથી ઓછી જ હશે. આ તકે આપણે દેશને સ્વતંત્રતા અપાવવા માટે સેનાનીઓને ભૂલવા ન જોઇએ, જેમણે આપણા ભવિષ્ય માટે પોતાના વર્તમાનનું બલિદાન આપ્યું. સિયાચીન જેવા હાડકા ઓગાળી દેનારા પ્રદેશમાં તેઓ દિન-રાત સજાગ રહીને સીમાની સુરક્ષા કરે છે, તેથી આપણે સુરક્ષિત રહી શકે.

English summary
Mahendra Singh Dhoni, national cricket captain, brings out his patriotic side on the occasion of India's 68th Independence Day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more