For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાંચમી ટેસ્ટ પહેલા અભ્યાસ મેચઃ ધોનીને શોધતી રહી નજર

By Super
|
Google Oneindia Gujarati News

લંડન, 14 ઑગસ્ટઃ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ પહેલા ભારતીય ખેલાડીઓએ બુધવારે અહીં અભ્યાસ કર્યો, પરંતુ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ તેમાં ભાગ લીધો નહોતો. ભારત ગત મેચમાં ઇનિંગની શરમજનક હારની નિરાશાને ખંખેરીને અતિંમ મેચમાં પુનરાગમન કરવાના હેતુસર મેદાનમાં ઉતરશે.

જોકે અંતિમ મેચ પહેલા ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર છેકે ઝડપી બોલર ઇશાંત શર્મા ફરીથી ફીટ લાગી રહ્યો છે. ઇંગ્લેન્ડ હાલ પાંચ મેચોની શ્રેણીમાં 2-1થી આગળ છે. માન્ચેસ્ટરમાં ચોથી મેચમાં ભારત બોલિંગ અને બેટિંગ બન્ને ક્ષેત્રે નિષ્ફળ નિવડ્યું હતું, જેના કારણે ભારતને ઇનિંગ અને 54 રનથી કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો, તેમજ ક્રિકેટ દિગ્ગજો દ્વારા ધોનીના નેતૃત્વ સામે પ્રશ્નાર્થો પણ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ- શું ધોન માટે લકી સાબિત થશે ‘અનલકી' 13?
આ પણ વાંચોઃ- ..તો ખેડૂત બની ગયો હોત વિરેન્દ્ર સેહવાગ
આ પણ વાંચોઃ- પદ્મ પુરસ્કારો માટે ધોની અને કોહલીના નામની ભલામણ

ધોનીએ આરામ કર્યો

ધોનીએ આરામ કર્યો

ધોનીએ ત્રણ દિવસના બ્રેક પછી પણ અભ્યાસ સત્રમાં ભાગ લીધો નહીં અને ટીમ પ્રબંધને અધિકૃત રીતે કહ્યું કે, એક દિવસ પહેલા પાંચ કલાકની બસ યાત્રા બાદ આ વિકેટકીપર બેટ્સમેન થોડોક આરામ કરવા ઇચ્છે અને પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા માગે છે.

ધોનીની ગેરહાજરીમાં કોહલીએ સંભાળી કમાન

ધોનીની ગેરહાજરીમાં કોહલીએ સંભાળી કમાન

પ્રેક્ટિસ દરમિયાન ધોનીની ગેરહાજરીમાં ટીમના કોચ ડંકન ફ્લેચર અને ઉપસુકાની વિરાટ કોહલીએ ટીમનું નેતૃત્વ કર્યું હતું. નોંધનીય છેકે વિરાટ કોહલી નબળા ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે અને તેના કારણે તેની આકરી ટીકા કરવામાં આવી રહી છે.

ઇશાંત શર્માએ કર્યો બોલિંગ અભ્યાસ

ઇશાંત શર્માએ કર્યો બોલિંગ અભ્યાસ

ઇજાના કારણે બે ટેસ્ટ મેચ નહીં રમી શકનાર ઇશાંત શર્મા ફિટ થઇ રહ્યો છે. તે પહેલાંથી લંડન આવી ગયો હતો અને તેણે ઓવલ ખાતે અભ્યાસ કર્યો. તેણે નેટમાં લાંબા સમય સુધી બોલિંગ કરી હતી. ઇશાંતની ફિટનેસ અંગે સંભવતઃ અંતિમ નિર્ણય શુક્રવારે મેચ પૂર્વે લેવામાં આવશે.

ઇંગ્લેન્ડની ટીમે પણ કર્યો અભ્યાસ

ઇંગ્લેન્ડની ટીમે પણ કર્યો અભ્યાસ

ઇંગ્લેન્ડની ટીમે પણ નેટમાં પરસેવો પાડ્યો હતો. જોકે સ્ટુઅર્ટ બ્રોડે નેટમાં અભ્યાસ કર્યો નહોતો. ચોથી ટેસ્ટમાં વરુણ એરોનની બોલિંગમાં બ્રોડને નાકના ભાગે ઇજા પહોંચી હતી અને ફ્રેક્ચર થયું હતું. ટીમના ખેલાડી રૂટનું કહેવું છેકે બ્રોડ સારા ફોર્મમાં છે અને તે પાંચમી ટેસ્ટમાં પણ ટીમનો ભાગ બની રહેશે.

English summary
In the build-up to the fifth and final Test against England, India have regrouped here at the Oval as they looked to put behind the disappointment of their embarrassing innings defeat in the last game, even though skipper MS Dhoni was a notable absentee at the nets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X