For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત વિ. ઇંગ્લેન્ડ પાંચમી ટેસ્ટ અંગે જાણવા જેવી વાતો

By Super
|
Google Oneindia Gujarati News

લંડન, 14 ઑગસ્ટઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઇ રહી છે, જેની પાંચમી અને અંતિમ મેચ ધ ઓવલ ખાતે રમાનારી છે, ટીમ ઇન્ડિયા પોતાની શાખ બચાવવા અને ઇંગ્લેન્ડ શ્રેણીને કબજે કરવા માટે મેદાન પર ઉતરશે. આ શ્રેણીમાં પહેલાથી ઇંગ્લેન્ડ ભારત સામે 2-1થી આગળ છે અને જો આ મેચ ડ્રો જાય અથવા તો ઇંગ્લેન્ડ વિજયી થાય તો શ્રેણી તેના નામે થઇ જશે, જ્યારે ભારત આ મેચ જીતવા માટે પ્રબળ પ્રયાસો કરશે કારણ કે નહીંતર ભારતે શ્રેણી ગુમાવવાનો વારો આવશે.

ટેસ્ટ શ્રેણી અંગે વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. પહેલી ટેસ્ટ ડ્રો ગઇ હતી અને બીજી ટેસ્ટ ભારત જીતી ગયું હતું. જેના કારણે એલિસ્ટર કૂકના નેતૃત્વ સામે પ્રશ્નો ખડા થયા હતા, પરંતુ ત્યારપછીની બન્ને ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને નાલેશીભર્યો પરાજય આપ્યો અને શ્રેણીમાં બઢત મેળવી લીધી. હવે પાંચમી અને અંતિમ મેચ ધ ઓવલ ખાતે શુક્રવારથી શરૂ થવાની છે, જેને ધ્યાનમાં રાખીને અમે અહીં એવી પાંચ બાબતો અંગે તસવીરો થકી જણાવી રહ્યાં છીએ, જે મેચ પહેલા જાણવી જરૂરી છે. તો ચાલો તેના પર નજર ફેરવીએ.

આ પણ વાંચોઃ- શું ધોન માટે લકી સાબિત થશે ‘અનલકી' 13?
આ પણ વાંચોઃ- ..તો ખેડૂત બની ગયો હોત વિરેન્દ્ર સેહવાગ
આ પણ વાંચોઃ- પદ્મ પુરસ્કારો માટે ધોની અને કોહલીના નામની ભલામણ

ભારત સામે ઇંગ્લેન્ડના બીજા સ્પિનર્સનો દમદાર દેખાવ

ભારત સામે ઇંગ્લેન્ડના બીજા સ્પિનર્સનો દમદાર દેખાવ

મોઇન અલી, માન્ચેસ્ટર અને સાઉથમ્પટન ખાતે શાનદાર પ્રદર્શન કરીને તે એકાએક લાઇમલાઇટમાં આવી ગયો છે. મોઇન અલીએ માન્ચેસ્ટરમાં બીજી ઇનિંગ દરમિયાન 39 રન આપીને 4 વિકેટ લીધી હતી, જ્યારે સાઉથમ્પટન ખાતે તેણે 67 રન આપીને 7 વિકેટ લીધી છે. ઇંગ્લેન્ડ ટીમે બોલિંગ ક્ષેત્રે એક સમાંતર ટીમની પસંદગી કરી નહોતી અને મોઇન અલીને પાર્ટટાઇમ સ્પિન બોલર તરીકે ગણ્યો હતો. તેણે 19 વિકેટ ઝડપી છે, ભારત સામે ઘરેલું મેદાનમાં આટલી વિકેટ ઝડપનાર તે બીજો બોલર છે આ પહેલા 1967માં રેય ઇલિંગ્રોથે 20 વિકેટ ઝડપી હતી.

ભારતના ટોપ ઓર્ડરને વિસ્ફોટક પ્રદર્શનની જરૂર

ભારતના ટોપ ઓર્ડરને વિસ્ફોટક પ્રદર્શનની જરૂર

પાંચમી ટેસ્ટ મેચ અંગે વાત કરવામાં આવે તો ભારતના ટોપ ઓર્ડરે પાંચમી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે તો જ ભારત આ ટેસ્ટ જીતી શકશે. આ શ્રેણીની ચારેય ટેસ્ટ મેચોમાં ભારતનું ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યું છે અને ધોનીએ પણ એ બાબતે ગુસ્સો દર્શાવતા કહ્યું છેકે, ટોપ ઓર્ડર કરતા પૂછડિયા બેટ્સમેનોએ વધારે રન કર્યાં છે, ખાસ કરીને વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાનું ફોર્મ ચિંતાજનક છે. વિરાટ કોહલી સંદતર નિષ્ફળ રહ્યો છે.

જેમ્સ એન્ડરસનની બોથમના રેકોર્ડ પર નજર

જેમ્સ એન્ડરસનની બોથમના રેકોર્ડ પર નજર

જેમ્સ એન્ડરસન આઠ વિકેટ જ દૂર છે, ઇઆન બોથમના 383 વિકેટના રેકોર્ડથી, જો તે આ આઠ વિકેટ હાંસલ કરી લેશે તો તે ઇંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે. ચોથી ટેસ્ટમાં પાંચ વિકેટ મેળવવાની સાથે તેની 376 વિકેટ છે.

ટીમ ઇન્ડિયા પરિવર્તન કરશે કે નહીં

ટીમ ઇન્ડિયા પરિવર્તન કરશે કે નહીં

ભારતે ત્રીજી ટેસ્ટ પહેલા ત્રણ પરિવર્તન કર્યા હતા, જેમાં શિખર ધવનના સ્થાને ગૌતમ ગંભીર, રોહિત શર્માના સ્થાને આર અશ્વિન અને મોહમ્મદ સમીના સ્થાને વરુણ એરોનને સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે તેમાં એરોન સફળ સૌથી સફળ થયો હતો તેણે ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે અશ્વિનને એવરેજ બોલિંગ પ્રદર્શન કર્યું હતું જ્યારે ગંભીરે 22 રન બનાવ્યા હતા, તે પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહેશે, જ્યારે બીજી તરફ ઇશાંત શર્મા ફિટ થઇ રહ્યો છે અને આશા છેકે તે પાંચમી ટેસ્ટ મેચ રમશે.

તુટેલા નાકે ટીમ ઇન્ડિયા સાથે ટકરાશે બ્રોડ

તુટેલા નાકે ટીમ ઇન્ડિયા સાથે ટકરાશે બ્રોડ

ચોથી ટેસ્ટમાં વરુણ એરોનના એક બોલમાં સ્ટુઅર્ટ બ્રોડને નાકના ભાગે ઇજા પહોંચી હતી અને એવું કહેવાય રહ્યું હતું કે બ્રોડ પાંચમી ટેસ્ટ મેચ રમશે નહીં, પરંતુ મળતી માહિતી અનુસાર બ્રોડ પાંચમી ટેસ્ટ મેચ રમવાનો છે, જોકે તેણે પ્રેક્ટિસ મેચમાં ભાગ લીધો નહોતો.

English summary
Five things to know about the decisive fifth India-England Test
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X