For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માન્ચેસ્ટર ટેસ્ટઃ ઇંગ્લેન્ડે મેળવી 85 રનની લીડ, ભુવીની 18 વિકેટ

|
Google Oneindia Gujarati News

માન્ચેસ્ટર, 9 ઑગસ્ટઃ માન્ચેસ્ટર ખાતે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટના બીજા દિવસે વરસાદે વિઘ્ન ઉભુ કર્યું હતું. દિવસની રમત પૂર્ણ થઇ ત્યાં સુધી ઇંગ્લેન્ડે છ વિકેટ ગુમાવીને 237 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડે 85 રનની સરસાઇ મેળવી લીધી છે. ત્રીજા દિવસે તે ભારત પર વધુ સરસાઇ હાંસલ કરવાનો પ્રયાસ કરશે બીજી તરફ ભારતીય બોલર સવારના સેશનમાં વિકેટ મેળવવાનો પ્રયાસ કરશે. બીજા દિવસે ભારતને પહેલી સફળતાં ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે અપાવી હતી.

ભુવનેશ્વર કુમારે ક્રિસ જોર્ડનને 13 રન પર આઉટ કરી ઇનિંગમાં પોતાની બીજી વિકેટ લીધી હતી. બાદમાં ઇયાન બેલને આઉટ કરીને ભુવનેશ્વર કુમારે ઇંગ્લેન્ડને પાંચમો ઝટકો આપ્યો હતો. વિરુણ એરોને મોઇન અલીને 13 રન પર આઉટ કરી બીજા દિવસે પોતાની પહેલી વિકેટ લીધી હતી. વરસાદના કારણે બીજા દિવસની રમત અમુક સમય માટે રોકવી પડી હતી. આ પહેલા ભારતે પહેલી ઇનિંગમાં માત્ર 152 રન બનાવ્યા હતા. જેમાં ભારતના અનેક ટોચના બેટ્સમેન શૂન્ય રન પર આઉટ થયા હતા. વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ- માન્ચેસ્ટર ટેસ્ટઃ ધોનીએ પહેલા દિવસે કર્યો રેકોર્ડનો વરસાદ
આ પણ વાંચોઃ- ટોપ 20 બેટ્સમેન, જેમણે ઘર આંગણે પણ કર્યો છે રનનો ખડકલો
આ પણ વાંચોઃ- ઇંગ્લેન્ડે સારી બોલિંગ કરી છતાં અમે મેચમાં છીએઃ અશ્વિન

ભારતની પ્રથમ ઇનિંગ

ભારતની પ્રથમ ઇનિંગ

ભારતની પ્રથમ ઇનિંગ વિશે વાત કરીએ તો ટીમ ઇન્ડિયાએ પહેલી ઇનિંગમાં 152 રન બનાવ્યા હતા. જેમાં ભારત તરફથી વિજય 0, ગંભીર 4, પૂજારા 0, કોહલી 0, રહાણે 24, ધોની 71, જાડેજા 0, અશ્વિન 41, ભુવનેશ્વર કુમાર 0, એરોન 1 અને પકંજ સિંહે 0 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી બ્રોડે 6, એન્ડરસને 3 અને જોર્ડને એક વિકેટ લીધી હતી.

બીજા દિવસની રમત

બીજા દિવસની રમત

બીજા દિવસની રમત અંગે વાત કરીએ તો પહેલા દિવસની રમતને આગળ વધારતા ઇંગ્લેન્ડે બીજા દિવસના અંતે ભારત પર 85 રનની સરસાઇ મેળવી લીધી છે. બીજા દિવસની રમત પૂર્ણ થઇ ત્યારે ઇંગ્લેન્ડનો સ્કર છ વિકેટ પર 237 છે. ઇંગ્લેન્ડ તરફથી કૂક 17, રોબસન 6, બેલેન્સ 37, ઇયાન બેલ 58, જોર્ડન 13, રૂટ 48(અણનમ) મોઇન અલી 13, બટલર 22(અણનમ) બનાવ્યા છે. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 3 અને વરુણ એરોને ત્રણ વિકેટ લીધી છે. જોકે વરસાદ વિઘ્ન નડતાં મેચને અટકાવી દેવામાં આવી હતી.

પ્રથમ દિવસ

પ્રથમ દિવસ

પ્રથમ દિવસની રમત અંગે વાત કરવામાં આવે તો ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા પ્રથમ ઇનિંગમાં 152 રન બનાવ્યા છે. જેમાં ભારત તરફથી વિજય 0, ગંભીર 4, પૂજારા 0, કોહલી 0, રહાણે 24, ધોની 71, જાડેજા 0, અશ્વિન 41, ભુવનેશ્વર કુમાર 0, એરોન 1 અને પકંજ સિંહે 0 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી બ્રોડે 6, એન્ડરસને 3 અને જોર્ડને એક વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડે પ્રથમ દિવસના અંતે ત્રણ વિકેટ ગુમાવીને 113 રન બનાવ્યા છે. જેમાં કૂક 17, રોબસન 6, બેલેન્સ 37, ઇયાન બેલ 45(રમતમાં) અને જોર્ડન રમતમાં છે. ભારત તરફથી એરોને 2 અને ભુવનેશ્વર કુમારે 1 વિકેટ લીધી હતી.

ભુવીની 18 અને બ્રોડની શ્રેણીમાં 16 વિકેટ

ભુવીની 18 અને બ્રોડની શ્રેણીમાં 16 વિકેટ

ઇંગ્લેન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રોડે આ શ્રેણીમાં 16 વિકેટ મેળવી લીધી છે. જ્યારે ભુનેવશ્વર કુમારે 18 અને જેમ્સ એન્ડરસનની 19 વિકેટ છે.

English summary
England consolidated their position by taking a handy 85-run lead as they reached 237 for six before heavy rain washed away nearly two sessions of play on the second day of the fourth Test against India, here today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X