સહેવાગ, હરભજન, અને અશ્વિનનો થયો ડોપ ટેસ્ટ

ટીમ ઇન્ડિયાના મેનેજર આર. એન. બાબાના જણાવ્યા અનુસાર આ એક રૂટિન ટેસ્ટ હતો જે કોઇપણ ખેલાડીનો થઇ શકે છે. આ ટેસ્ટ માટે કોઇપણ ખેલાડીની પસંદગી થઇ શકે છે. આ ટેસ્ટ આઇસીસી ટૂર્નામેન્ટ દરમિયાન કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘણાં ક્રિકેટરો ડોપિંગમાં ફસાવાને કારણે આઇસીસીએ રમતની છબિ સુધારવા આ ટેસ્ટ ગમેત્યારે લેવાનો નિર્ણય કર્યો છે. ડોપિંગમાં પાકિસ્તાનના વસીમ અકરમ, શોએબ અખ્તર અને ઓસ્ટ્રેલિયાના શેનવોર્ન દોષી સાબિત થયા હતા.












Click it and Unblock the Notifications
